વિદેશીઓ પણ દીપિકાના ચાહકો

Saturday 04th July 2015 08:07 EDT
 
 

બોલિવૂડની ‘ડિંપલ ગર્લ’ કહેવાતી દીપિકા પાદુકોણના ચાહકો વિદેશોમાં પણ છે. બ્રિટનનો કોમેડી કિંગ અને અભિનેતા રસેલ બ્રાન્ડ પણ દીપિકા પાછળ દિવાનો થયો છે. રસેલ તાજેતરમાં ભારત આવ્યો હતો. તેનું કહેવું છે કે, જો તેઓ થોડાક દિવસ વધુ ભારતમાં રોકાશે તો તેમને દીપિકાથી પ્રેમ થશે.’

તેણે કહ્યું કે, તેઓ દીપિકાને આકર્ષવા સંપૂર્ણ પ્રયાસ કરશે. દીપિકા ખૂબ જ સુંદર છે અને તેનો અભિનય પણ કમાલનો છે. ૨૦૧૧માં હોલિવૂડ ફિલ્મ ‘આર્થર’ના મુખ્ય અભિનેતા રસેલે ભલે આ વાત મજાકના અંદાજમાં કહી હોય પરંતુ તેણે એક વાત તો કહી કે તેઓ દીપિકા માટે એકદમ ઉત્સુક છે. દીપિકા સિવાય તેણે શાહરુખ અને સલમાનખાનની પણ પ્રસંશા કરી હતી. તેણે કહ્યું કે, તેઓ સલમાન-શાહરુખ જેવા બનવા ઇચ્છે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter