શાહરુખ છે સૌથી વધુ હાઇ-ટેક

Saturday 31st January 2015 06:21 EST
 

સોશિયલ નેટવર્કિંગ સાઇટ-ટ્વિટર દ્વારા હવે પોતાની સર્વિસમાં નવું ફીચર ઉમેરાયું છે. આ નવી મોબાઇલ વીડિયો કેમેરા સર્વિસમાં ટ્વિટરના યુઝર્સ પોતાનો ત્રીસ સેકન્ડ સુધીનો વીડિયો ઉતારી, તેને એડિટ કરી અને ટ્વિટર પર સીધો જ મુકી શકે છે. શાહરુખખાન આ સર્વિસનો ઉપયોગ કરનારો પ્રથમ ભારતીય બન્યો છે. ગત સપ્તાહે જ તેણે આ સર્વિસની મદદથી પચીસ સેકન્ડનો વીડિયો અપલોડ કરીને ટ્વિટર પર મુક્યો હતો. જેમાં તેણે આ સર્વિસને રિયલી ફૂલ કહીને આગળ ઉપર અવનવા વીડિયો અપલોડ કરતા રહેવાની વાત કરી છે. અગાઉ ટ્વિટરે જ્યારે આ જ પ્રકારના માત્ર સાઉન્ડ મેસેજ અપલોડ કરવાની સુવિધા શરૂ કરી હતી ત્યારે એનો ઉપયોગ કરનારો પણ શાહરુખખાન જ પ્રથમ ભારતીય હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter