શિલ્પા અને તેના પતિ રાજ કુંદ્રાને ચેમ્પિયન ઓફ ચેન્જ એવોર્ડ

Saturday 25th January 2020 06:20 EST
 
 

શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુંદ્રાને ૨૦૧૯ના ‘ચેમ્પિયન ઓફ ચેન્જ એવોર્ડ’થી તાજેતરમાં સન્માનિત કરાયા છે. આ એવોર્ડ તેમને ‘સ્વચ્છ ભારત અભિયાન’ માટે લોકોને પ્રોત્સાહિત કરવાની દિશામાં કરેલા પ્રયાસો માટે અપાયો છે. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દ્વારા શિલ્પાને આ પુરસ્કારથી સન્માનિત કરાઈ હતી. શિલ્પાએ આ અંગે ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે, આ પુરસ્કાર મેળવીને હું ખૂબ ગર્વ અનુભવી રહી છું. મને લાગે છે કે પોતાના દેશને સ્વચ્છ રાખવાનું દરેક નાગરિકનું કર્તવ્ય છે. સ્વચ્છતા દિમાગથી શરૂ થાય છે, આપણે આપણા ઘરને ચોખ્ખું રાખીએ છીએ તો પછી દેશને કેમ નહીં?
શિલ્પાએ વધુમાં કહ્યું હતું કે, આ વર્ષ મેં કાર્બન ફૂટપ્રિન્ટને ઓફસેટ કરવા માટે મેં ૪૮૦ વૃક્ષ વાવ્યા છે. દરેક વ્યક્તિની આ જવાબદારી છે. ફક્ત વર્તમાન માટે જ નહીં, પરંતુ ભવિષ્ય માટે પણ પૃથ્વી ગ્રહની દેખરેખ કરવી જરૂરી છે. શિલ્પાએ ટ્વિટર પર સ્વચ્છ ભારત અભિયાન માટે પ્રોત્સાહન આપતાં કહ્યું હતું કે, આ કેમ્પેઇનથી દેશમાં એક સારો બદલાવ આવ્યો છે. હું ભવિષ્યમાં પણ વધુ વૃક્ષો ઊગાડીશ. મન અને વિચાર સારા રાખવાથી સારા કામ કરી શકાય છે, તેમ પણ તેણે કહ્યું હતું. એક લાંબા અંતરાલ પછી શિલ્પા ફરી રૂપેરી પડદે કમબેક કરી રહી છે. ‘નિકમ્મા’ અને ‘હંગામા - ટુ’માં શિલ્પા જોવા મળશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter