શિલ્પા શેટ્ટીએ તેના પતિ મિસ્ટર કુંદ્રાને માર્યા!

Tuesday 19th May 2020 15:48 EDT
 
 

શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા લોકડાઉનમાં ટિકટોક પર મજેદાર વીડિયોઝ બનાવી રહ્યાં છે. હવે આ એક્ટ્રેસે તેનો એક નવો વીડિયો શેર કર્યો છે. જેમાં શિલ્પા તેનો વોર્ડરોબ સેટ કરતી જોવા મળે છે. આ સમયે રાજ તેને કિસ કરે છે. એ પછી શિલ્પા રાજને કહે છે કે, જુઓ, કામ કરતા સમયે કિસ ના કરો. શિલ્પાએ આમ કહેતા જ તેમની મેઇડ કહે છે કે, હા, મેડમ જી તેમને સારી રીતે સમજાવો. હું તો બોલી બોલીને થાકી ગઈ. આ સાંભળતા જ શિલ્પા રાજને મારવા લાગે છે. આ વીડિયોમાં મેઇડનો રોલ પણ શિલ્પાએ જ કર્યો છે. આ વીડિયોને શેર કરતી વખતે શિલ્પાએ લખ્યું હતું કે, નજર હટી, દુર્ઘટના ઘટી, સચ્ચાઈ પતા ચલને પર, પિટ ગએ હમારે પતિ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter