સ્પોટબોયને પણ પેમેન્ટ આપીને છેલ્લે આમિરને મળે છે નફો!

Friday 03rd August 2018 04:51 EDT
 
 

મુંબઈઃ બોલિવૂડના સુપરસ્ટાર આમિર ખાને તાજેતરમાં યોજાયેલી પાંચમી સ્ક્રિન રાઈટર્સની કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, જ્યારે કોઈ ફિલ્મ ફ્લોપ થાય છે ત્યારે હું રીતસર રડી પડું છું. કારણ કે ફિલ્મ ફ્લોપ જાય તેનું સૌથી વધુ નુકસાન મારું થાય છે. એની પાછળનું કારણ એ છે કે ફિલ્મના પ્રોફિટમાં આમિરની ૮૦ ટકાની ભાગીદારી હોય છે. આમિરે જણાવ્યું હતું કે, લોકો વિચારે છે કે મને ફિલ્મમાંથી નફા તરીકે ઘણી મોટી રકમ મળે છે, પણ એ વાસ્તવિક્તા નથી. કારણ કે મને ફિલ્મના કલેક્શનનો ફાયદો સૌથી છેલ્લે મળે છે.

સૌથી છેલ્લે પેમેન્ટ

આમિર ખાને જણાવ્યું હતું કે, જો હું કોઈ ફિલ્મનો પ્રોફિટ પાર્ટનર હોઉં તો આખી ચેનલ એવી હોય છે કે કોઈ ફિલ્મનું બજેટ રૂ. ૧૦૦ કરોડ હોય છે તો તેના રાઈટર્સ, ટેકનિશિયન્સ અને બાકી કાસ્ટ-ક્રૂ મેમ્બર્સને રૂ. ૧૦૦ કરોડમાંથી પેમેન્ટ મળી જાય છે, પરંતુ મને ફિલ્મના પ્રારંભે રૂપિયા મળતા નથી. જ્યારે ફિલ્મ રિલીઝ થાય ત્યાં સુધી મને ફી મળતી નથી કારણ કે હું ફિલ્મનો પ્રોફિટ પાર્ટનર હોઉં છું. ફિલ્મ રિલીઝ થાય પછી મને પ્રોફિટ મળવાનો શરૂ થાય છે. આમિર ખાને આગળ જણાવ્યું હતું કે, ફિલ્મનું પ્રોડક્શન રૂ. ૧૦૦ કરોડ હોય અને તેની સાથે પ્રમોશન-જાહેરાતમાં રૂ. ૨૫ કરોડ હોય તો કુલ બજેટ રૂ. ૧૨૫ કરોડ થાય છે. એટલે કે ફિલ્મ રિલીઝ પછી રૂ. ૧૨૫ કરોડની રિકવરી થાય છે. તે પછી જે કમાણી થાય છે તેમાંથી મને ૮૦ ટકા ભાગ મળે છે.

વર્ષ

ફિલ્મ

બજેટ

કલેક્શન

પ્રોફિટ

પ્રોફિટ પર્સન્ટેજ

૨૦૧૩

ધૂમ -૩

રૂ. ૧૨૫ કરોડ

રૂ. ૨૮૦.૨૫ કરોડ

રૂ. ૧૫૫ કરોડ

રૂ. ૧૨૪ %

૨૦૧૪

પીકે

રૂ. ૮૫ કરોડ

રૂ. ૩૩૯.૫ કરોડ

રૂ. ૨૫૪.૫ કરોડ

રૂ. ૩૦૦ %

૨૦૧૫

-

-

-

-

-

૨૦૧૬

દંગલ

રૂ. ૯૦ કરોડ

રૂ. ૩૮૭.૩૯ કરોડ

રૂ. ૨૯૭.૩૯ કરોડ

રૂ. ૩૩૦ %

૨૦૧૭

સિક્રેટ સુપરસ્ટાર

રૂ. ૨૫ કરોડ

રૂ. ૬૨ કરોડ

રૂ. ૩૭ કરોડ

રૂ. ૧૪૮ %

 

 

 

 

 

 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter