હું અમિતાભ બચ્ચન મારા વસિયતનામામાં જાહેર કરું છું કે...

Friday 03rd March 2017 01:05 EST
 
 

હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મહાનાયક અમિતાભ બચ્ચન આલા દરજાના અભિનેતા હોવાની સાથે કૌટુંબિક સામાજિક મુદ્દે પણ તેમના નિર્ણયો દાદ માગી લે તેવા હોય છે. સ્ત્રી સન્માન અને સ્ત્રી પુરુષ સમાન હકોના હિમાયતી અમિતાભ બચ્ચને તાજેતરમાં પોતાનું વસિયતનામું જાહેર કર્યાની ચર્ચા ચાલે છે. બચ્ચનબાબુએ તેમની તમામ સંપત્તિ તેમનાં બાળકો અભિષેક બચ્ચન અને શ્વેતા બચ્ચન નંદા વચ્ચે સરખા ભાગે વહેંચવાનો નિર્ણય વસિયતનામાં અંકાયેલો છે. અમિતાભ બચ્ચને તેમનું વસિયતનામું બીજી માર્ચે ટ્વિટર પર પણ મૂક્યું હતું.

બિગ બીએ ટ્વિટર પર એક ફોટો શેર કર્યો છે. તેમાં તેમણે પ્લે કાર્ડ હાથમાં રાખેલું જોવા મળે છે. આ કાર્ડમાં લખ્યું છે કે, મારા મૃત્યુ પછી મારી તમામ સંપત્તિ મારા દીકરા અને દીકરી વચ્ચે સમાન ભાગે વહેંચવામાં આવે. હું જાતિ-સમાનતાનો હિમાયતી છું. આપણે બધા એકસમાન છીએ.

ઉલ્લેખનીય છે કે, ગઈ સાલ જ વર્ષ ૨૦૧૬માં આવેલી અમિતાભ બચ્ચનની ‘પિંક’માં મહિલાઓના હક વિશે વાત કરવામાં આવી હતી. આ ફિલ્મ વખતે મહાનાયકે તેમની દોહિત્રી નવ્યા અને પૌત્રી આરાધ્યા પર એક પત્ર પણ લખ્યો હતો. તેમાં તેમણે દુનિયાથી ડર્યા વગર તેમની જે ઇચ્છા હોય એ કરવા કહ્યું હતું. હાલમાં પણ તેમણે પોતાના વસિયતનામામાં દીકરા અને દીકરીને સરખા ભેગા પોતાની સંપત્તિ વહેંચવાની વાત કરીને દીકરો દીકરી એકસમાનની નીતિને પ્રોત્સાહન આપ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter