હોરર ફિલ્મમાં માહી ગિલ બનશે પોલીસ ઇન્સ્પેકટર

Saturday 25th January 2020 06:53 EST
 
 

હોરર ફિલ્મ ‘દુર્ગાવતી’માં મુખ્ય ભૂમિકામાં ભૂમિ પેડણેકર દેખાશે એવી જાહેરાત ભૂમિએ પોતે જ ગયા નવેમ્બર, ૨૦૧૯માં કરી હતી. આ ફિલ્મથી દક્ષિણના ફિલ્મમેકર જી અશોક બોલિવૂડમાં પદાર્પણ કરશે. ફિલ્મમાં ભૂમિ આઈએએસ અધિકારીની ભૂમિકામાં હશે. તાજેતરમાં સમાચાર છે કે આ ફિલ્મમાં અભિનેત્રી માહી ગિલનો ઉમેરો કરાયો છે. તે પોલીસ ઈન્સ્પેક્ટરની ભૂમિકામાં હશે અને ભૂમિના પાત્રના કેસની તપાસ કરતી દેખાશે. માહીએ આ ફિલ્મ માટે પોતાના લૂક માટેની તૈયારી શરૂ કરી દીધી છે. આ ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ મધ્ય પ્રદેશમાં જ થવાનું છે.
નોંધનીય છે કે અનુષ્કા શેટ્ટી અભિનિત તેલુગુ ફિલ્મ ભાગામતીની હિન્દી રિમેક દુર્ગાવતી છે. રાજકારણી સંડોવાયેલો હોય એવા ભ્રષ્ટાચારના એક કેસની તપાસ દરમિયાન આઈએએસ અધિકારીને એક ભૂતિયા ઘરમાં કેદ રખાય છે. ત્યાર બાદ જે ડરામણી ઘટનાઓ બને છે તે દુર્ગાવતીમાં દર્શાવાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter