‘ગુલાબો સિતાબો’થી ખુશ આયુષ્માન ખુરાના

Wednesday 17th July 2019 07:29 EDT
 
 

શુજિત સરકારની આગામી ફિલ્મ ગુલાબો સિતાબોનું શૂટિંગ શરૂ થઈ ચૂક્યું છે. ‘પીકુ’ ફેમ જૂહી ચતુર્વેદીએ આ ફિલ્મની સ્ક્રિપ્ટ લખી છે.  આયુષ્માન ફિલ્મના લીડ રોલમાં છે. આયુષ્માન કહે છે કે આ ફિલ્મ વિશે વધુ વાતચીત કરવી તો શક્ય નથી, પણ લિજેન્ડ અમિતાભ બચ્ચન, શુજિત સરકાર અને જૂહી ચતુર્વેદી એ ડ્રીમ ટીમ છે. ખૂબ જ હળવી ફિલ્મ હોવાથી તેમાં કામ કરવામાં પણ હળવાશ અનુભવું છું. વળી, ઉત્તર પ્રદેશના લોકેશનથી સંપૂર્ણ ભારતીય બેકગ્રાઉન્ડની ફ્લેવર ફિલ્મને મળે છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter