‘હંગામા-૨’માં મિજાન જાફરી પ્રણિતા સુભાષની જોડી

Sunday 08th December 2019 05:17 EST
 
 
સાઉથના જાણીતા ડાયરેક્ટર પ્રિયદર્શન ફાઈનલી બોલિવૂડમાં કમબેક માટે તૈયાર છે. તેઓ કોમેડી ફિલ્મ ‘હંગામા’નો બીજો પાર્ટ લાવી રહ્યા છે. ‘હંગામા-૨’માં હીરો તરીકે જાવેદ જાફરીનો પુત્ર મિજાન હશે. તેની ડેબ્યૂ ફિલ્મ ‘મલાલ’ તાજેતરમાં જ આવી હતી. સાઉથની ફિલ્મોની હીરોઈન પ્રણિતા સુભાષ મિજાન સાથે આ ફિલ્મમાં જોડી જમાવશે. પ્રણિતા અજય દેવગણની ફિલ્મ ‘ભુજઃ પ્રાઈડ ઓફ ઇન્ડિયા’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહી છે. ‘હંગામા’ ફિલ્મ ૧૫ વર્ષ પહેલા આવી હતી. જેમાં અક્ષય ખન્ના, આફતાબ શિવદાસાની, રિયા સેન અને પરેશ રાવલ જેવા દિગ્ગજો હતાં

comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter