રામનવમી મહોત્સવના કાર્યક્રમો

Wednesday 06th April 2016 07:59 EDT
 

* શ્રી જલારામ જ્યોત મંદિર, WASP, રેપ્ટન એવન્યુ, સડબરી, વેમ્બલી HA0 3DW ખાતે રામનવમી પર્વ પ્રસંગે શુક્રવાર, ૧૫ એપ્રિલના રોજ સવારના ૧૦ પૂજા, બપોરના ૧૨ રામ જન્મ અને બપોરના ૨-૩૦થી ૫.૩૦ રામકથાનો લાભ મળશે. આ પછી સાંજના ૬.૩૦ સુધી ભજન કરાશે. પ્રસાદનું વિતરણ બપોરના ૧.૦૦થી ૨.૩૦ સુધી થશે. સંપર્કઃ સી. જે. રાભેરુ- 07958 275 222.

* ઇન્ટરનેશનલ સિધ્ધાશ્રમ શક્તિ સેન્ટર, ૨૨ પામરસ્ટન રોડ, હેરો HA3 7RR ખાતે તા.૧૫-૪-૧૬ના રોજ સવારે ૧૧થી રામનવમી ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. ૧૧થી ૧૨ ભજન સંધ્યા અને તે પછી મહા આરતીનો લાભ મળશે. સંપર્ક: 020 8426 0678.

* શ્રી સનાતન મંદિર એન્ડ કોમ્યુનિટી સેન્ટર, ૮૪ વેમથ સ્ટ્રીટ, લેસ્ટર LE4 6FQ ખાતે શ્રી રામ ચરિતમાનસ નવાહ્ન પારાયણ મહોત્સવનું આયોજન તા. ૮-૪-૧૬થી તા. ૧૫-૪-૧૬ રોજ સવારે ૧૦થી ૧ દરમિયાન કરવામાં આવ્યું છે. તા. ૧૫-૪-૧૬ના રોજ બપોરે ૧૨ કલાકે શ્રી રામ જન્મોત્સવની ઉજવણી થશે. સંપર્ક: 0116 266 1402.

* જાસ્પર સેન્ટર, રોઝલીન ક્રેસન્ટ, હેરો HA1 2SU ખાતે રામનવમી ભજનનું આયોજન શુક્રવાર, તા. ૧૫ એપ્રિલના રોજ બપોરે ૧૨ થી ૨ દરમિયાન કરવામાં આવ્યું છે. તે પછી પ્રસાદનો લાભ મળશે. દર ગુરૂવારે સાંજે ૬.૩૦ થી ૮.૩૦ સુધી જલારામ બાપાના ભજન અને ત્યારબાદ પ્રસાદ તેમજ દર શનિવારે બપોરે ૩થી ૫ દરમિયાન ૧૧ હનુમાન ચાલીસા પાઠ થશે. સંપર્ક: 020 8861 1207.

* ગુજરાત હિન્દુ સોસાયટી, સનાતન મંદિર, આઇફિલ્ડ એવન્યુ, ક્રોલી RH11 0AF ખાતે તા. ૧૫-૪-૧૬ના રોજ સવારે ૧૦-૩૦થી ૧ દરમિયાન શ્રી રામનવમી મહોત્સવની ઉજવણી થશે. મુખ્ય યજમાન સ્વ. આનંદીબેન નાઇ અને પરિવાર છે. સંપર્ક: 01293 530 105.

* શ્રી ભારતીય મંડળ, ૧૦૩ યુનિયન રોડ, આશ્ટન અંડર લાઇન, OL6 8JN ખાતે તા. ૧૫-૪-૧૬ના રોજ સાંજે ૬-૩૦થી ૧૦ દરમિયાન શ્રી રામનવમી ઉત્સવની ઉજવણી થશે. ભજન સત્સંગ, રામ જન્મોત્સવ અને પ્રસાદનો લાભ મળશે. સંપર્ક: 0161 330 2085.

* વિશ્વ હિન્દુ પરિષદ (યુકે) સાઉથ લંડન શાખા, ૧૦ થોર્નટન રો, થોર્નટન હીથ, સરે CR7 6JN ખાતે તા. ૧૪-૪-૧૬ના રોજ બપોરે ૩ કલાકે રામ નવમી મહોત્સવની ઉજવણી થશે. સંપર્ક: 020 8665 5502.

* શ્રી જલારામ માતૃ સેવા મંડળ દ્વારા રવિવાર તા. ૧૭-૪-૧૬ના રોજ બપોરે ૨થી ૫ દરમિયાન બાર્નેટ મલ્ટીકલ્ચરલ કોમ્યુનિટી સેન્ટર, એલ્ગર્નન રોડ, હેન્ડન NW4 3TA ખાતે શ્રી રામ નવમી મહોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે. શ્રી રામ કથા અને રામ જન્મની ઉજવણી કરવામાં આવશે. પ્રસાદનો લાભ મળશે. સંપર્ક: વાલજીભાઇ દાવડા 07958 461 667.

* ગુજરાત હિન્દુ સોસાયટી, સાઉથ મેડોલેન પ્રેસ્ટન, PR1 8JN ખાતે તા. ૮-૪-૧૬થી તા. ૧૫-૪-૧૬ દરમિયાન રોજ બપોરે ૩થી સાંજના ૬ સુધી અને સાંજે આરતી બાદ ૭-૩૦થી રાતના ૮-૩૦ દરમિયાન શ્રી રામચરિત માનસ પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે. ચૈત્રી નવરાત્રી દરમિયાન તા. ૮થી તા. ૧૫ દરમિયાન મંદિરમાં ચંડી પાઠ અને સવાર સાંજ માતાજીની આરતીનો લાભ મળશે. તા. ૧૫-૪-૧૬ના રોજ ૧૧-૪૫થી રામનવમી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. બપોરે ૨થી ૬ અખંડ ધૂન, સાંજે ૭-૩૦થી ૮-૩૦ રામ ચરિત માનસ પારાયણ અને સાંજે ૬ કલાકે ચૈત્રી નવરાત્રિ આરતીનો લાભ મળશે. બપોરે અને સાંજે ફલાહારનો લાભ મળશે. તા. ૧૦-૪-૧૬ રવિવારે ભજન ભોજનનો લાભ સવારે ૯-૩૦થી બપોરના ૪ દરમિયાન મળશે. સંપર્ક: 01772 253 901.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter