અમદાવાદ એરપોર્ટમાં વાંદરાની હૂપાહૂપઃ બે ફ્લાઇટ અટકાવાઇ

Wednesday 12th February 2020 06:06 EST
 
 

અમદાવાદઃ ૫૦થી વધુ વાંદરાનું ટોળું અમદાવાદ એરપોર્ટ પર હોવાથી રવિવારે બે ફ્લાઇટ અને ૧ હેલિકોપ્ટરને ૨૦ મિનિટ સુધી રન-વે પર રવિવારે રોકી રાખવા પડયાં હતાં. એરપોર્ટ પર વારંવાર ઘૂસી આવતા વાંદરાઓને ભગાડવા એરપોર્ટના સ્ટાફને ‘રિંછ’નો ડ્રેસ પહેરાવીને પક્ષીઓ તથા વાંદરાને ભગાડવાનું નાટક પણ પછીથી કરી જોયું. જોકે આ નાટકનો ફ્લોપ શો થયો છે. હવે એરપોર્ટ પરથી પક્ષી -પ્રાણીઓને ભગાડવા નવી યોજના વિચારાઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે, રવિવારે બપોરે ૪ વાગ્યે ઇન્ડિગોની કોલકાતા-અમદાવાદની ફ્લાઇટે બપોરે ૩ઃ૫૬ વાગે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આગમન કર્યું હતું. એ વખતે વાંદરાઓ ગેલમાં હતા. જેથી ફ્લાઇટને રન-વે પર જ રોકી રખાઈ હતી.

અમદાવાદ-લંડનની ફ્લાઈટ ૮.૨૫ કલાક મોડી!

બીજી તરફ અમદાવાદ-લંડનની એર ઈન્ડિયાની ફ્લાઈટમાં આ જ દિવસે એટલે કે રવિવારે ૮.૨૫ કલાકનો વિલંબ થતાં મુસાફરોને ભારે હાલાકી પડી હતી. આ ફ્લાઈટ તેના નિર્ધારિત સમયે સવારે ૭-૫ને બદલે બપોરે ૩.00 કલાકે અમદાવાદ એરપોર્ટ પરથી રવાના થઈ હતી. ટેકનિકલ ખામીને કારણે ફ્લાઈટના શિડ્યુલમાં આટલો વિલંબ થયો હોવાનો દાવો કરાયો હતો. આ ઉપરાંત અમદાવાદ-મુંબઈની એર ઈન્ડિયાની ફ્લાઈટ સવારે ૭-૨૦ બદલે ૯-૩૫ના રવાના થતાં તેને ૨.૧૫ કલાકનો વિલંબ થયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter