કાશ્મીરમાં પહેલીવાર ત્રણેય સેનાની સ્પે. ફોર્સ તહેનાત

Wednesday 27th November 2019 06:14 EST
 

નવી દિલ્હીઃ કાશ્મીર ખીણમાં આંતકીઓ વિરુદ્વ સંયુક્ત અભિયાન ચલાવવા ત્રણેય સેનાઓ- આર્મી, નેવી અને એરફોર્સની સ્પેશિયલ ફોર્સને તહેનાત કરાઇ છે. ત્રણે સેનાઓની એલિટ એકમ સેનાના પેરા- સ્પેશિયલ ફોસિઝ, નેવીના મરીન કમાન્ડોઝ એટલે કે મારકોસ અને એરફોર્સના ગરુડ સ્પેશિયલ ફોર્સ હવે આતંકી વિરોધી ઓપરેશનમાં મળીને કાર્યવાહી કરશે. આ તહેનાતી સંરક્ષણ મંત્રાલયની નવી રચાયેલી આર્મ્ડ ફોર્સિઝ સ્પેશિયલ ઓપરેશન ડિવિઝન હેઠળ થઇ રહી છે. નેવીના માર્કોસ અને એરફોર્સની  ગરુડની નાની ટીમો કાશ્મીર ખીણમાં સક્રિય છે પણ આવું પહેલીવાર થયું હતું. જ્યારે ત્રણેય સેનાઓ સંયુક્ત અભિયાન હાથ ધરશે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter