દમણ - દિવ, દાદરા - નગર હવેલીને જોડીને એક કેન્દ્રશાસિત પ્રદેશ કરવા તજવીજ

Wednesday 27th November 2019 05:28 EST
 

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે કેન્દ્રશાસિત પ્રદેશ દમણ-દીવ અને દાદરા અને નગર હવેલીને જોડીને એક કેન્દ્રશાસિત પ્રદેશ કરાશે. કેન્દ્રીય પ્રધાન અર્જુન મેઘવાળે કહ્યું કે, આ અંગેનું વિધેયક લોકસભામાં આગામી સપ્તાહે રજૂ કરાશે. જમ્મુ-કાશ્મીરને બે કેન્દ્રશાસિત પ્રદેશમાં વિભાજિત કરવાના નિર્ણય પછી સરકારે આ પગલું ભર્યું છે. બંને પ્રદેશ માટે અલગ અલગ બજેટ અને સચિવાલય પણ ફાળવવાનું નક્કી થઈ રહ્યું છે. અધિકારીઓએ કહ્યું કે આ બંને કેન્દ્રશાસિત પ્રદેશના વિલયથી વહીવટ સુચારુ રીતે ચાલશે અને ખર્ચ પણ ઘટશે. બંને કેન્દ્રશાસિત પ્રદેશ વચ્ચે માત્ર ૩૫ કિમીનું અંતર છે, પરંતુ બંને પ્રદેશ માટે અલગ અલગ બજેટ અને સચિવાલય છે. દાદરા અને નગર હવેલીમાં માત્ર એક જિલ્લો જ્યારે દમણ અને દીવમાં બે જિલ્લા છે. વિલય પછી તેનું નામ દાદરા નગર હવેલી, દમણ અને દીવ થઈ શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter