પાકિસ્તાનમાં એલર્ટ, ચુકાદા અંગે સવાલ ઉઠાવ્યા

Wednesday 13th November 2019 06:13 EST
 
 

ઇસ્લામાબાદઃ અયોધ્યા ચુકાદા અંગે પાકિસ્તાનમાં પણ એલર્ટ હતું. હિન્દુ મંદિરોની આસપાસ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરાઇ હતી. ક્યાંયથી અપ્રિય ઘટનાના અહેવાલ નથી. જોકે વિદેશપ્રધાન શાહ મહેમુદ કુરેશીએ કરતારપુર કોરિડોરના ઉદ્ઘાટનના દિવસે જ ચુકાદો આપવાના સમય અંગે સવાલ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે ખુશીના આ દિવસનો તે હિસ્સો બનવો જોઈએ નહીં.
નેશનલ એસેમ્બલી વિપક્ષના નેતા શાહબાઝ શરીફે ચુકાદાને ન્યાય પર આઘાત ગણાવ્યો હતો. બીજી બાજુ, માનવ અધિકાર પ્રધાન શિરિન મઝારીએ ચુકાદાને ધર્મનિરપેક્ષ ભારતના મહોરાનો અંત ગણાવ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter