મંદિર નિર્માણની આશા પર કોર્ટની મહોર

Wednesday 13th November 2019 06:14 EST
 
 

• બાબરી મસ્જિદ ખાલી જમીન પર બની નહોતી. મસ્જિદની નીચે એક વિશાળ માળખું હતું. એએસઆઈના ખોદકામમાં મળેલી કલાકૃતિઓ ઇસ્લામિક નથી.
• ૧૯૫૭ પહેલા મુસ્લિમો વિવાદાસ્પદ સ્થળે નમાઝ અદા કરતા હોવાનું પુરવાર થતું નથી. બાહ્ય પરિસરના અને સહમતી રામ ચબૂતરા અને સીતા રસોઈ પર હિન્દુઓના કબજાના પુરાવા.
• અયોધ્યા રામનું જન્મસ્થાન હોવાનો કોઈએ વિરોધ કર્યો નથી. વિવાદિત સ્થળે હિંદુઓ પૂજા કરતા હોવાનું પુરવાર. હિંદુ મસ્જિદના ગુંબજને જ રામજન્મ સ્થાન માનતા હોવાની આસ્થાના પુરાવા.
• કોર્ટે જણાવ્યું કે કાયદા તળે રામલલ્લા વિરાજમાનને ન્યાયિક વ્યક્તિત્વ ગણી શકાય છે. જેને દાવો કરવાનો અથવા તો તેમના પર દાવો માંડવાનો અધિકાર છે.
• ૧૯૪૫ પાનના ચુકાદામાં ૯૨૯ પાના પુરા થયા બાદ જજ દ્વારા પુરવણી જોડવામાં આવી છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, ચુકાદો લખનારા જજ દ્વારા સમગ્ર ચુકાદામાં ક્યાંય હસ્તાક્ષર કરાયા નથી.
• ચુકાદાના અંતે છેલ્લે લખવામાં આવ્યું છે કે, અમે તમામ જજ એકમત છીએ. તેમ છતાં અમારામાંથી એક જજ દ્વારા આ કેસમાં વધારાના તથ્યો શોધવામાં આવ્યા છે. જેને અહીં જોડાયા છે. તેના પગલે બીજા
૧૧૬ પાના પુરવણી તરીકે જોડાયા છે.
• આ પુરવણીમાં લખાયું છે કે ૧૫૨૮ પહેલાંના ધર્મ ગ્રંથોમાં પણ રામ જન્મભૂમિનો ઉલ્લેખ છે. તેના આધારે એટલી સાબિતી મળે છે કે હિન્દુઓ વર્તમાનમાં વિવાદિત જગ્યાને જ રામજન્મભૂમિ માને છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter