૧૨૦ કરોડ યૂઝર્સના સોશિયલ મીડિયા ડેટા લીક થયાનો દાવો

Wednesday 27th November 2019 06:13 EST
 

નવી દિલ્હી: વધુ એકવાર મોટા પાયા પર યૂઝર્સના ડેટા લીક થયા હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ ડેટા લીકમાં ફેસબુક, લિન્ક્ડઇન અને ટ્વિટરના પ્રોફાઇલ સામેલ હોવાનું માનવામાં આવે છે. સાઇબર સિક્યોરિટી રિસર્ચર વિન્ની ટ્રોઇઆએ જણાવ્યું છે કે જે સર્વર પર આ ડેટા સ્ટોર કરાયા હતા તે સિક્યોર્ડ નથી. આ સર્વર પર કુલ ૪ ટીબી પર્સનલ ડેટા છે જેમાં ૧૨૦ કરોડ લોકોની પર્સનલ ડિટેલ્સ સંગ્રહ થયેલી છે. જોકે આ ડેટામાં પાસવર્ડ, ક્રેડિટ કાર્ડની ડિટેલ જેવી સંવેદનશીલ માહિતી સામેલ નથી, પરંતુ પ્રોફાઇલની ડિટેલ અને ફોન નંબર સામેલ હોવાથી તેનો ઉપયોગ હેકિંગ માટે થઇ શકે છે. અહેવાલ મુજબ આ ડેટામાં કરોડો યૂઝર્સની પ્રોફાઇલ છે જેમાં નામ, ફોન નંબર અને તેમની સાથે જોડાયેલા સોશિયલ મીડિયા પ્રોફાઇલનો સમાવેશ થાય છે. સોશિયલ મીડિયા પ્રોફાઇલમાં ફેસબુક, ટ્વિટર, લિંક્ડઇનથી માંડીને ગિટહબનો સમાવેશ થાય છે. અન્ય સંવેદનશીલ વિગતો આ ડેટામાં ન હોવા છતાં આ લીક આમ યૂઝર માટે જોખમરૂપ છે કારણ કે યૂઝર્સને ટાર્ગેટ કરવા માટેની બેઝિક માહિતી હેકર્સને આ ડેટામાંથી મળી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter