જોક્સ

Thursday 04th December 2014 07:40 EST
 

પોલીસ ખાતામાં ભરતી માટે પરીક્ષાઓ ચાલી રહી હતી.
એક મંત્રીજીનો ડોબા જેવો સાળો એમાં હવાલદારની નોકરી માટે પરીક્ષા આપવા આવ્યો. ૫૦૦ મીટરની દોડ પૂરી થઈ. મંત્રીજીના સાળાએ ૪ મિનીટ ૩૦ સેકન્ડમાં રેસ પૂરી કરી. પણ એ તો સાહેબનો સાળો હતો ને? એટલે સુપરવાઈઝરે ટાઈમ લખ્યો ૪ મિનિટનો.
જ્યારે લિસ્ટ ઓફિસે પહોંચ્યું તો અધિકારીએ ૪ મિનીટની ૩.૩૦ મિનીટ કરી નાંખી. વાહ ભાઈ વાહ, મંત્રીજીનો સાળો હતો ને!
એમ કરતાં કરતાં લિસ્ટ ડીએસપી, એસપી અને આઈજી ઓફિસે પહોંચતાં પહોંચતાં સાળાની 'સ્પીડ' વધતી જ ગઈ. છેલ્લે આઈજી સાહેબના ટેબલ પર ફાઈનલ માર્કશીટ પહોંચી. આઈજી જોતાંની સાથે ચમક્યાઃ
'આ કોણ છે જેણે માત્ર ૧ મિનીટ અને ૩૦ સેકન્ડમાં ૫૦૦ મીટરની રેસ પુરી કરી છે?'
'જી સર, આપણા મંત્રીજીનો સાળો છે.'
'ગધેડાઓ, ડફોળો, મુરખાઓ... એ તો ઠીક છે, પણ નાલાયકો, જરા વર્લ્ડ રેકોર્ડનું તો ધ્યાન રાખવું જોઈએ કે નહિ?'

કોર્ટમાં એક યુવાનને કઠેડામાં ઊભો કરવામાં આવ્યો. જજે પૂછયુંઃ ઝવેરીની દુકાનમાંથી આ હાર તેં તફડાવેલો?
યુવાનો બોલ્યોઃ હા, બહાર પાટિયું માર્યું હતું કે - આવી સોનેરી તક ગુમાવશો નહીં... વહેલો તે પહેલો. એટલે મેં તક ઝડપી લીધી.

ચંગુઃ કેમ મંગુ, તારો અને તારી પત્ની વચ્ચેનો ઝઘડો પતી ગયો?
મંગુઃ હા, પતી જ જાયને. આખરે પત્ની નમતી આવી અને મને કહેવા લાગી કે બહુ સારું નથી લાગતું, પલંગની નીચેથી બહાર નીકળો, મારાથી બીને પલંગ નીચે ભરાઈ જતાં શરમ નથી આવતી.

ચંગુઃ આપણાં લગ્નને એક અઠવાડિયું થઈ ગયું. હવે તને તારી મર્યાદાઓ બતાવું તો ખોટું લગાડીશ નહીં.
ચિન્કીઃ તસ્દી લેશો નહીં. એની મને ખબર છે એટલે જ તો મને સારો પતિ મળ્યો નહીં.

ચંપા અને ચંગુ વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો.
ચંપાઃ મને બધી ખબર છે. મારા પપ્પા પાસે પૈસા હતા એટલે તમે મારી સાથે લગ્ન કર્યા હતા.
ચંગુઃ તદ્દન ખોટી વાત છે. મારા પપ્પા પાસે પૈસા નહોતા એટલે મેં મારી સાથે લગ્ન કર્યા હતાં.

ટેલિફોન બૂથની બહાર ઊભેલો માણસઃ ‘ભાઈ, તમે છેલ્લી ૩૦ મિનિટથી ફોન પકડીને ઊભા છો. કંઈ બોલતા નથી.... વાત ના કરવી હોય તો બહાર આવી જાવને...’
અંદર ઊભેલો માણસ - ‘તમે જરા સમજોને યાર, સામે છેડે મારી વાઈફ છે.’

પતિ એક સ્પ્લીટ એ.સી. જેવો છે. બહાર ગમે તેટલો અવાજ કરે ઘરમાં તો ‘સાયલન્ટ’ રહેવું પડે!

મોબાઈલ આવ્યો, કેમેરા ગયો
મોબાઈલ આવ્યો, ઘડિયાળ ગઈ
મોબાઈલ આવ્યો, ટોર્ચ ગઈ
મોબાઈલ આવ્યો, રેડિયો ગયો
મોબાઈલ આવ્યો, એમપીથ્રી ગયું
મોબાઈલ આવ્યો, ટપાલ ગઈ
મોબાઈલ આવ્યો, કોમ્પ્યુટર ગયાં
મોબાઈલ આવ્યો, નિરાંત ગઈ
અને તમારો મોબાઈલ...
જો તમારી પત્નીના હાથમાં આવ્યો, તો તમે ગયાં...!

પપ્પુએ ચાલુ પરીક્ષામાં ટીચરને કહ્યુંઃ સર, આજે કઈ તારીખ થઈ?
ટીચરઃ ટાઈમપાસ કર્યા વગર પેપર લખવામાં ધ્યાન આપ.
પપ્પુઃ સર, ટાઈમપાસ નથી કરતો પણ હું ઈચ્છું છું કે હું જે જવાબ લખું તેમાં કંઈક તો સાચું હોય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter