કચ્છ સરક્રીક બોર્ડરે પાકિસ્તાને ચીની ડ્રોન-હોવરક્રાફ્ટ તહેનાત કર્યાં 12/08/2026 6:33 am Badal Lakhlani ભારતની ઉત્તર સરહદે જમ્મુ-કાશ્મીરથી પંજાબ સુધીના વિસ્તારમાં આતંકવાદ ફેલાવનારા પાકિસ્તાનને હવે ચીને ભારતની પશ્ચિમ સરહદ સળગાવવા ઉશ્કેર્યું છે. ચીન પૂર્વીય લદ્દાખથી અરુણાચલ પર તણાવગ્રસ્ત સ્થિતિ બનાવી ભારતને પરેશાન કરી રહ્યું છે અને હવે તે પશ્ચિમ સરહદ પર નજર બગાડી પાકિસ્તાનને અરબ સાગરમાં ભારતીય નેવીને પડકારવા ઉશ્કેરી રહ્યું છે.
વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજીએ મન પર અંકુશ અને તણાવરહિત જીવનની સમજ આપી 12/08/2026 9:14 am Achyut Sanghavi વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન (VYO) યુકે દ્વારા આયોજિત કાર્યક્રમમાં યુકેની મુલાકાતે આવેલા આધ્યાત્મિક ગુરુ વૈષ્ણવાચાર્ય ગોસ્વામી વ્રજરાજકુમારજી મહોદયશ્રીએ મન પર અંકુશ અને સ્ટ્રેસ મેનેજમેન્ટ વિશે પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું.
ભવન દ્વારા ભારતના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી 12/08/2026 9:07 am Achyut Sanghavi ધ ભવન, લંડન દ્વારા શુક્રવાર 7 ઓગસ્ટની સાંજે ભારતના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી સંબોધનો, દેશભક્તિના ગીતસંગીત અને નૃત્યો સાથે કરવામાં આવી હતી. ભવનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડો. એમ.એન. નંદકુમારા MBE દ્વારા પ્રાર્થના સાથે સાંજનો આરંભ કરાયો હતો, જેના પછી ધ ભવન યુકેના ચેરમેન સુભાનુ સક્સેનાએ સ્વાગત પ્રવચન કર્યું હતું.
બ્રિટિશ ચેસ ચેમ્પિયનશિપઃ બોધાના અને શ્રેયસે ઇતિહાસ રચ્યો 11/08/2026 10:56 am Arnold Christie કોવેન્ટ્રી ખાતે આયોજિત બ્રિટિશ ચેસ ચેમ્પિયનશિપ 2026માં ભારતીય મૂળના બે યુવા ખેલાડીએ ડંકો વગાડ્યો છે. 11 વર્ષીય ચેસ ખેલાડી બોધાના સિવાનંદન અને શ્રેયસ રોયલે અનુક્રમે મહિલા અને ઓપન કેટેગરીમાં ટાઇટલ જીતી નવો ઇતિહાસ રચ્યો છે.
ગુજરાત 73.9 બિલિયન ડોલર FDI સાથે વિદેશી રોકાણ મેળવનારું ટોપ રાજ્ય 12/08/2026 6:34 am Badal Lakhlani ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલીનેસ ઈન્ડેક્સ 2026 હેઠળ નીતિઆયોગના તાજેતરમાં જાહેર થયેલા ઇન્ડેક્સમાં ગુજરાત સમગ્ર દેશમાં વિદેશી રોકાણ મેળવવામાં ટોપ પર આવ્યું છે. એપ્રિલ 2020થી 2025 સુધીમાં રાજ્યમાં 73.9 બિલિયન યુએસ ડોલર ક્યુમ્યુલેટિવ FDI આવ્યું છે અને 2019થી ક્યુમ્યુલેટિવ FDI મેળવવામાં ગુજરાત દેશમાં સતત ટોપ પર રહ્યું છે. મુખ્યમંત્રીએ ગિફ્ટ સિટી- ગાંધીનગર ખાતે ‘વિકસિત ગુજરાત સમિટ 2026’માં આ અંગે માહિતી આપી હતી.