વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજીએ મન પર અંકુશ અને તણાવરહિત જીવનની સમજ આપી

વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજીએ મન પર અંકુશ અને તણાવરહિત જીવનની સમજ આપી

 વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન (VYO) યુકે દ્વારા આયોજિત કાર્યક્રમમાં યુકેની મુલાકાતે આવેલા આધ્યાત્મિક ગુરુ વૈષ્ણવાચાર્ય ગોસ્વામી વ્રજરાજકુમારજી મહોદયશ્રીએ મન પર અંકુશ અને સ્ટ્રેસ મેનેજમેન્ટ વિશે પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું.

લંડનઃ વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન (VYO) યુકે દ્વારા આયોજિત કાર્યક્રમમાં યુકેની મુલાકાતે આવેલા આધ્યાત્મિક ગુરુ વૈષ્ણવાચાર્ય ગોસ્વામી વ્રજરાજકુમારજી મહોદયશ્રીએ મન પર અંકુશ અને સ્ટ્રેસ મેનેજમેન્ટ વિશે પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું.

વૈષ્ણવાચાર્ય ગોસ્વામી વ્રજરાજકુમારજી મહોદયશ્રીએ ‘હાઉ ટુ કન્ટ્રોલ માઈન્ડ’ વિષય પર ભાવિકોને સંબોધન કરવા સાથે અંગત, પ્રોફેશનલ અને આધ્યાત્મિક જીવનમાં સમતુલા સાધવાની સાથોસાથ તણાવ અને ચિંતાતુરતાને કેવી રીતે હલ કરવા તેના વિશે પણ વ્યવહારુ માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં કોમ્યુનિટી અગ્રણીઓ, મીડિયાના અગ્રણીઓ અને ભક્તો મોટા પાયે ઉપસ્થિત રહ્યા હતા.

ઉપસ્થિત નામાંકિત વ્યક્તિત્વોમાં VYO UKના ચેરમેન કાન્તેશભાઈ પોપટ, ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના પ્રકાશક અને તંત્રી સી.બી. પટેલ, શ્રી વલ્લભ નિધિ યુકેના ચેરમેન નરેન્દ્રભાઈ ઠકરાર, ઈન્ટરનેશનલ કમિટી ઓફ અનૂપમ મિશનના પ્રેસિડેન્ટ સતીષભાઈ ચટવાણી, હેરોના મેયર કાઉન્સિલર યોગેશભાઈ તેલી તેમજ અન્ય મહાનુભાવો અને શુભેચ્છકોનો સમાવેશ થયો હતો.

આધુનિક જીવનમાં સ્ટ્રેસ-તણાવ અને માનસિક થાકનું ઊંચુ પ્રમાણ સામાન્ય બની ગયું છે તેવા સમયગાળાને લક્ષમાં રાખી પૂજ્ય વ્રજરાજકુમારજીએ મન પર કાબુ મેળવવાની સ્પષ્ટ અને કામે લગાવી શકાય તેવી ટેક્નિક્સ જણાવી હતી. તેમણે ભારપૂર્વક સમજાવ્યું હતું કે વિચારોની શિસ્તબદ્ધ પેટર્ન્સ, સ્વજાગૃતિ અને આધ્યાત્મિક આચરણો કેવી રીતે વ્યક્તિઓને સ્પષ્ટતા અને આંતરિક શાંતિ સાથે રોજિંદા પડકારોમાંથી પાર ઉતરવાની શક્તિ આપે છે. વૈષ્ણવાચાર્ય ગોસ્વામી વ્રજરાજકુમારજી મહોદયશ્રીએ જણાવ્યું હતું કે, ‘અંકુશમાં રખાયેલું મન શાંતિપૂર્ણ જીવનનો પાયો છે. આપણે જ્યારે આંતરિક ઊર્જા સાથે જોડાઈને અનુકંપા સાથે અન્યોની સેવા કરીએ છીએ ત્યારે કુદરતીપણે અંગત અને આધ્યાત્મિક વિકાસ અનુસરે છે.’

જીવનનો આશીર્વાદ અને ભૂખ્યાને અન્ન

સમાજના ઉત્થાન અને યુવા પેઢીને સશક્ત બનાવવાના પૂજ્યશ્રીના વિઝનથી પ્રેરાઈને VYO UKદ્વારા વિવિધ પ્રકારના સામાજિક, શૈક્ષણિક અને આધ્યાત્મિક ઈનિશિયેટિવ્ઝ હાથ ધરાય છે. આમાં ‘લાઈફ બ્લિસ’ પ્રોગ્રામ પણ છે, જે એકાગ્રતાને વધારવા, શારીરિક અને માનસિક આરોગ્યને આગળ ધપાવવા તેમજ ચક્ર સંતુલન મારફત આંતરિક વ્યવસ્થાના સુનિયોજન માટે રૂપાંતરકારી સાધન તરીકે ડિઝાઈન કરાયો છે. યુવાનોને માર્ગદર્શન અને માનવતાની સેવા હેતુસરના VYO UKના અનેક સમર્પિત કાર્યક્રમોમાં ‘લાઈફ બ્લિસ’ પણ એક છે. VYO UKનો અન્ય મહત્ત્વનો ઈનિશિયેટિવ ‘ફીડ ધ હંગ્રી’- ભૂખ્યાને ભોજનનો છે, જેમાં અશક્ત, નબળા અને કચડાયેલા સમુદાયોના લોકોને અન્નસહાય અને આવશ્યક ચીજવસ્તુઓ પૂરી પાડવામાં આવે છે. આ પ્રોગ્રામ નિઃસ્વાર્થ સેવાકાર્ય દ્વારા સાચા આધ્યાત્મિક સમર્પણનું દર્શન કરાવે છે.

ભવ્ય હિન્દુ સંમેલન અને કથા (મે 2027)

VYO UK દ્વારા જાહેર કરાયું હતું કે પૂજ્ય વ્રજરાજકુમારજીની દિવ્ય પ્રેરણા અને માર્ગદર્શન થકી સંસ્થા મે 2027માં ભવ્ય હિન્દુ સંમેલનનું આયોજન કરશે. આ સંમેલનમાં પવિત્ર આધ્યાત્મક ઉપદેશ (કથા) મારફત શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીના શાશ્વત જ્ઞાન અને ઉપદેશોનો પ્રસાર કરવામાં આવશે. આગામી સંમેલન ઉપસ્થિત લોકોને ઊંડા વ્યવહારુ જ્ઞાન, દૈનિક આદતોની પવિત્રતા તેમજ અર્થસભર, સંવાદી અને ઊચ્ચ જીવન જીવવાના સાધનો હાંસલ કરવાની અમૂલ્ય તક પૂરી પાડશે.

વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજીએ મન પર અંકુશ અને તણાવરહિત જીવનની સમજ આપી
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.