ગુજરાત 73.9 બિલિયન ડોલર FDI સાથે વિદેશી રોકાણ મેળવનારું ટોપ રાજ્ય

ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલીનેસ ઈન્ડેક્સ 2026 હેઠળ નીતિઆયોગના તાજેતરમાં જાહેર થયેલા ઇન્ડેક્સમાં ગુજરાત સમગ્ર દેશમાં વિદેશી રોકાણ મેળવવામાં ટોપ પર આવ્યું છે. એપ્રિલ 2020થી 2025 સુધીમાં રાજ્યમાં 73.9 બિલિયન યુએસ ડોલર ક્યુમ્યુલેટિવ FDI આવ્યું છે અને 2019થી ક્યુમ્યુલેટિવ FDI મેળવવામાં ગુજરાત દેશમાં સતત ટોપ પર રહ્યું છે. મુખ્યમંત્રીએ ગિફ્ટ સિટી- ગાંધીનગર ખાતે ‘વિકસિત ગુજરાત સમિટ 2026’માં આ અંગે માહિતી આપી હતી.
ગાંધીનગરઃ ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલીનેસ ઈન્ડેક્સ 2026 હેઠળ નીતિઆયોગના તાજેતરમાં જાહેર થયેલા ઇન્ડેક્સમાં ગુજરાત સમગ્ર દેશમાં વિદેશી રોકાણ મેળવવામાં ટોપ પર આવ્યું છે. એપ્રિલ 2020થી 2025 સુધીમાં રાજ્યમાં 73.9 બિલિયન યુએસ ડોલર ક્યુમ્યુલેટિવ FDI આવ્યું છે અને 2019થી ક્યુમ્યુલેટિવ FDI મેળવવામાં ગુજરાત દેશમાં સતત ટોપ પર રહ્યું છે. મુખ્યમંત્રીએ ગિફ્ટ સિટી- ગાંધીનગર ખાતે ‘વિકસિત ગુજરાત સમિટ 2026’માં આ અંગે માહિતી આપી હતી.
કેન્દ્ર સરકારના ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય, IBM તથા AMNEXના સહયોગથી ઈટી ગવર્નમેન્ટ દ્વારા ‘બિલ્ડિંગ ઇન્ડિયાઝ ફ્યૂચર રેડી ઇકોનોમી’ થીમ પર ‘વિકસિત ગુજરાત સમિટ-2029’ મેગા ઇવેન્ટનું આયોજન કરાયું હતું. સમિટમાં ગુજરાતને વર્ષ 2047 સુધીમાં વૈશ્વિકસ્તરે અગ્રેસર બનાવવા સેમિકંડક્ટર, AI, સાઇબર સિક્યોરિટી, ગ્રીન એનર્જી અને સ્માર્ટ સિટીઝ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા વિવિધ મુદ્દા પર પેનલ ડિસ્કશન કરવામાં આવ્યું હતું.
