અમેરિકાની એક હોસ્પિટલના ડિલિવરી યુનિટની તમામ નવેનવ નર્સ પ્રેગ્નન્ટ!

Wednesday 03rd April 2019 10:24 EDT
 

અમેરિકાના મેન રાજ્યના સૌથી મોટા ગણાતા મેન મેડિકલ સેન્ટરે તાજેતરમાં તેના ફેસબુક અકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે. તસવીર સાથે જણાવાયું હતું કે, પોર્ટલેન્ડ શહેરમાં આવેલી આ હોસ્પિટલના લેબર અને ડિલિવરી વિભાગમાં નવ નર્સ કામ કરે છે. જોગાનુજોગ નવેનવ નર્સ ગર્ભવતી છે. એપ્રિલ મહિનાથી લઈને જૂન મહિનાના અંતમાં તમામની ડિલિવરી થઈ શકે છે.

બીજી મહિલાઓની ડિલિવરી કરાવાતી બધી જ નર્સ એકસાથે મેટરનિટી લિવ પર ઊતરી જાય એવી સંભાવના છે ત્યારે હોસ્પિટલે બધી નર્સની રજાઓ માટે એકસ્ટ્રા સ્ટાફની ગોઠવણી બીજા ડિપાર્ટમેન્ટમાંથી કરી છે. હોસ્પિટલમાં વાતાવરણ એટલું સારું છે કે એપ્રિલ મહિનામાં જેમની ડિલિવરી છે એ નર્સ પણ કામે આવે છે અને તેમનું કહેવું છે કે એ લોકો અહીં કામ કરતાં-કરતાં જ પોતાની ડિલિવરી થઈ જાય એવું ઇચ્છે છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter