ગોધરાકાંડઃ ૧૧ દોષિતોની ફાંસી આજીવન કેદમાં તબદીલ

વર્ષ ૨૦૦૨માં ગોધરા રેલવે સ્ટેશને સાબરમતી એક્સપ્રેસના કોચમાં આગચંપી અને ૫૯ કારસેવકોનાં મૃત્યુની ઘટનાને ગુજરાત હાઇ કોર્ટે પૂર્વયોજિત કાવતરું ગણાવી છે, પરંતુ આ ઘટનાને રેરેસ્ટ ઓફ ધ રેર ઘટના માનવાનો ઇન્કાર કરીને ૧૧ આરોપીઓની ફાંસીની સજા ઘટાડીને આજીવન કેદમાં તબદીલ કરી છે. અલબત્ત, સ્પેશિયલ ડેઝિગ્નેટેડ કોર્ટે જે અન્ય ૨૦ આરોપીઓને આજીવન કેદ અને બાકીના ૬૩ને નિર્દોષ મુક્ત કરવાનો નિર્ણય કર્યો હતો તેને હાઇ કોર્ટે બહાલી આપી છે. હાઇ કોર્ટના જસ્ટિસ એ. એસ. દવે અને જસ્ટિસ જી. આર. ઉદવાણીની બેન્ચે સોમવારે ૯૯૭ પાનાંના દળદાર ચુકાદામાં રાજ્ય સરકાર અને રેલવે તંત્ર કાયદો-વ્યવસ્થાની જાળવણીમાં નિષ્ફળ જતાં ગોધરાકાંડ સર્જાયો હોવાની માર્મિક ટકોર પણ કરી હતી. સ્પેશિયલ ડેઝિગ્નેટેડ કોર્ટે ૨૦ દોષિતોને આજીવન કેદની ફટકારેલી સજાને હાઇ કોર્ટે યથાવત્ રાખી હતી. 

જય શાહના વિરોધમાં પુરાવા હોય તો તપાસ થાયઃ આરએસએસ

ભાજપ અધ્યક્ષ અમિત શાહના પુત્ર જય શાહ મામલે એક વેબસાઇટ ધ વાયરે જણાવ્યું છે કે જય શાહે એક જ વર્ષમાં પોતાની કંપનીની કમાણી ૧૬૦૦૦ ગણી વધુ કરી લીધી. આ મામલે મોદી સરકારે જય શાહનો બચાવ કર્યો હતો અને તપાસ કરવાની ના પાડી દીધી હતી. જોકે આરએસએસ અત્યાર સુધી...

અપૂરતા પુરાવા અને અચોક્કસ તથ્યો વચ્ચે આરુષિ તલવારના માતા પિતાને આકરી સજા ન કરાયઃ હાઈ કોર્ટ

બહુચર્ચિત આરુષિ-હેમરાજ હત્યા કેસમાં અલાહાબાદની કોર્ટે ૧૨મીએ આરુષિના માતા-પિતા નુપૂર અને રાજેશ તલવારને દોષમુક્ત ગણાવ્યા છે. હાઇ કોર્ટે સીબીઆઇની તપાસને ખામીયુક્ત ગણાવી તલવાર દંપતીને શંકાનો લાભ આપ્યો હતો. હાઈ કોર્ટે કહ્યું કે સીબીઆઇ તપાસમાં અનેક...

JITOPRENEURS 2017અધિવેશનમાં જૈન કોર્પોરેટ માંધાતાઓ સામેલ થયા

JITO G2G Going Global દ્વારા આયોજિત ત્રીજી ઈન્ટરનેશનલ બિઝનેસ અને નેટવર્કિંગ કોન્ફરન્સનો લંડનની હોટેલ પાર્ક પ્લાઝા ખાતે આઠ ઓક્ટોબરે શાનદાર આરંભ થયો હતો. જૈન ઈન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનિઝેશન (JITO) સમાજના ભાવિને કંડારવાની ઉત્કટ ભાવના ધરાવતા સ્વપ્નશીલ...

પોલ ઉપ્પલની સ્મોલ બિઝનેસ કમિશનરના હોદ્દા પર નિયુક્તિ

સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર બિઝનેસ ગ્રેગ કર્લાર્કે નવી રચાયેલા સ્મોલ બિઝનેસ કમિશનરના હોદ્દા પર પૂર્વ ટોરી સાંસદ પોલ ઉપ્પલને નિયુક્ત કર્યા છે. કન્ઝર્વેટિવ પાર્ટીની ઈન્ડસ્ટ્રિયલ સ્ટ્રેટેજીના કેન્દ્રસ્થાને રહેલા લઘુ બિઝનેસીસના વિકાસ તરફ ધ્યાન આપવા આ...

સિનેસ્ટાર સલમાન ખાન ગ્લોબલ ડાઇવર્સિટી એવોર્ડથી સન્માનિત

બોલીવૂડના સુપર સ્ટાર સલમાન ખાનને બ્રિટિશ પાર્લામેન્ટ હાઉસમાં ‘ગ્લોબલ ડાઇવર્સિટી એવોર્ડ ૨૦૧૭’થી સન્માનિત કરવામાં આવ્યા છે. બ્રિટિશ પાર્લામેન્ટમાં લાંબા સમયથી સાંસદ તરીકે કાર્યરત ભારતીય મૂળના કિથ વાઝના હસ્તે આ એવોર્ડ અપાયો હતો. એવોર્ડ માટે વિજેતાની...

એન્ટરટેઈનમેન્ટમાં કિંગઃ ‘બાદશાહો’

મિલન લુથરિયા દિગ્દર્શિત અને અજય દેવગણ, ઈલિયાના ડિક્રૂઝ, ઈમરાન હાશ્મી, એશા ગુપ્તા, વિદ્યુત જામવાલ, સંજય મિશ્રા અભિનિત ફિલ્મ ‘બાદશાહો’ સેવન્ટીઝના ગાળામાં તમને લઈ જશે. ફિલ્મમાં ભરપૂર એક્શન, ઇમોશન અને રોમાન્સ છે. 

જાહેરમાં મારામારી કરનાર બેન સ્ટોક્સ આખરે સસ્પેન્ડ

દારૂ પીને જાહેરમાં મારામારી કરવાના કેસમાં પોલીસે ધરપકડ કરી હોવા છતાં ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઇસીબી)એ નીતિમત્તા નેવે મૂકીને બેન સ્ટોક્સને એશિઝ ટીમમાં વાઈસ કેપ્ટન તરીકે સામેલ કર્યો હતો. જોકે હવે સ્ટોક્સનો બ્રિસ્ટલમાં નાઈટ કલબ બહાર મારામારી...

પાક. ક્રિકેટર ખાલીદ લતીફ પર પાંચ વર્ષનો પ્રતિબંધ

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)એ સુપર લીગ ટ્વેન્ટી૨૦માં ફિક્સિંગ કરવા બદલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર ખાલીદ મસૂદ પર પાંચ વર્ષનો પ્રતિબંધ મૂક્યો છે. 

મહંત સ્વામીના હસ્તે ઈસ્ટ લંડનમાં નવા BAPS સ્વામીનારાયણ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન

BAPS શ્રી સ્વામીનારાયણ સંસ્થાના છઠ્ઠા આધ્યાત્મિક ગુરુ અને માર્ગદર્શક પૂજ્ય મહંત સ્વામીના હસ્તે રવિવાર, આઠ ઓક્ટોબર ૨૦૧૭ના રોજ ઈસ્ટ લંડનના ચિગવેલમાં નવા સ્વામીનારાયણ મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અન્ય સ્વામીઓની સાથે મહંત સ્વામીએ મૂર્તિઓમાં...

પંજાબી સોસાયટીએ ૮૯મી વર્ષગાંઠ ઉજવી

ધ પંજાબી સોસાયટી ઓફ બ્રિટિશ આઈલ્સ દ્વારા શનિવાર ૧૬ સપ્ટેમ્બરે હંસલો ખાતે ૮૯મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી. ૧૯૨૮માં સ્થાપિત સોસાયટીએ વાર્ષિક ચેરિટી ડિનર અને ડાન્સનું પણ આયોજન કર્યું હતું, જેમાં ડિમેન્શીઆ યુકે માટે ૩,૦૦૦ પાઉન્ડ એકત્ર કરાયા...

ચોકલેટ પેંડા

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન

આઉટફિટને મનપસંદ રીતે પહેરી શકાય ડ્રેપિંગ સ્ટાઈલથી

દિવાળી આવી રહી છે ત્યારે સામાન્ય રીતે નવા કપડાંની ખરીદી થઈ જ ગઈ હોય. ક્યારેક એવું બને કે તમે ખરીદેલાં મોંઘાં કપડાંનું પણ તમને જોઈતું હોય તેવું ફિટિંગ ન થયું હોય તો તમે જાતે જ તમારા ફેશન ડિઝાઈનર બની શકો છો. તમે તમારા ટ્રેડિશનલ, વેસ્ટર્ન કે ઇન્ડો...

સોમનાથને લૂંટનાર-ધ્વંશ કરનાર મહમૂદ હિંદનો વંશજ

શ્રીકૃષ્ણના વંશજ ગજપતે ગઝની વસાવ્યું, સુલતાનનો સેનાપતિ હિંદુ

પ્રતિષ્ઠિત ભારતીય યુનિવર્સિટીઓના નામાંતર માટે ઉધામા

અલિગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી ‘મુસ્લિમ’ અને બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી ‘હિંદુ’ શબ્દ દૂર કરવાની હિલચાલ


to the free, weekly Gujarat Samachar email newsletter