આપકે પેર જમીં પર રખિયેં, બસ જૂતેં સહી ચુનિયેં

Monday 16th March 2020 05:03 EDT
 
 

દુનિયાની દરેક સ્ત્રીને સામાન્ય રીતે જૂતાં, કપડાં અને જ્વેલરીનો શોખ હોય જ છે. એમાં પણ શૂઝ કે ચંપલ જોઈને માણસની સ્થિતિનો ખ્યાલ આવે છે એવી કહેવત અને માન્યતા પણ પ્રચલિત છે. આજે અહીં આપણે ચંપલ કે શૂઝ પહેરતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ એની જ વાત કરીશું. આ ટિપ્સ તમને કેવા અને કેવી રીતે ચંપલ કેરી કરવા તેમાં મદદ કરશે.

• શક્ય એટલી ઓછી હાઇ હિલ પહેરો. લાંબો સમય તો ન જ પહેરવી. અલબત્ત, જો તમારી લંબાઈ ઓછી હોય અને તમને હાઈ હિલ પહેરવી હોય તો પેન્સિલ, સ્ટીક કે પાતળી લંબાઈની હાઈ હિલ્સને બદલે પ્લેટફોર્મ હિલ પસંદ કરો. વેજિસ પણ પહેરી શકાય. એનાથી પગને સપોર્ટ મળે છે અને પગ કે કમરદર્દની તકલીફ થતી નથી. જો તમે બહુ પાતળાં હો તો બ્રોડ સ્ટ્રેપ્સ વેજિસ કે હાઇહિલ્સ પહેરવાનું ટાળો. જો તમારું વજન પણ વધારે હોય તો પણ પેન્સિલ હિલ્સને બદલે વેજિસ ટ્રાય કરી શકાય.

• હાઈ હિલની સાથે સાથે કોઈ પણ પ્રકારના ચંપલ હોય બેલ્ટવાળા ફૂટવેર શ્રેષ્ઠ વિકલ્પ છે. સ્ટિલેટોઝ પણ તમારા ફૂટવેર કલેકશનમાં ચોક્કસ રાખો, પણ તેમાં બેલ્ટ હશે તો તે પહેરવામાં સરળતા રહેશે. જો તમે શોર્ટ ડ્રેસ કે ઇવનિંગ ગાઉન પહેરતાં હો તો સ્ટિલેટોઝ સ્ટાઇલિશ લુક આપશે, પણ જો તમને એ પહેરીને ચાલતાં નહીં ફાવે તો તકલીફ થશે. તેથી તેમાં બેલ્ટ જેટલો લાંબો અને મજબૂત હશે તેટલા તેને કેરી કરવામાં મજા આવશે. બેલ્ટ વાળી ચંપલ પહેરવાથી બેફિકર થઈને ચાલી શકો છો અને ચાલતી વખતે પગને સપોર્ટ પણ મળી રહે છે એટલે ફૂટવેર કલેકશનમાં આ પ્રકારના ચંપલ વધુ સામેલ કરવા જોઈએ.

• જો તમને ઈન્ડિયન કે ઈન્ડોવેસ્ટર્ન લૂક જોઈતો હોય તો અનેક વર્કવાળી, ગામઠી કે ટ્રાઈબલ પ્રિન્ટની મોજડી કે ચંપલ માર્કેટમાં મળી રહે છે એ પસંદ કરવા જોઈએ. જો તમે પ્લેન આઉટફિટ સાથે એમ્બેલિશ્ડ ફૂટવેર તથા પર્સ કેરી કરો તો તમે જુદાં દેખાઈ આવશો. ટ્રેડિશનલ અને વેસ્ટર્ન બન્ને આઉટફિટ્સ સાથે ચાલે એવાં ફૂટવેર ઇચ્છતાં હો તો ન્યૂડ હિલ્સ પસંદ કરો.

• આજકાલ ટ્રેડિશનલ આઉટફિટ સાથે તેના કાપડનાં કે તે જ કાપડની પટ્ટી ધરાવતાં ફૂટવેરની બોલબાલા છે. ખાસ કરીને લગ્ન પ્રસંગે જેવી સાડી કે ચણિયાચોળી કે ટ્રેડિશનલ આઉટફિટ પસંદ કરો તેના જ કાપડમાંથી ફૂલ કે ફૂમતું કે બ્રોચ બનાવીને તે રોજિંદા ચંપલમાં લગાવી શકાય છે.

• પ્રોફેશનલ લૂકમાં તમે રોજેરોજ શૂઝ કે હાઈહિલ કે ચામડાના ચંપલ પહેરીને કંટાળી ગયા હો તો સ્પોર્ટસ શૂઝ, મોજડી, કોલ્હાપુરી ચંપલ, ફ્લોટર્સ, લેધર સ્લિપઓન પહેરી શકો છો. પ્લેન કાપડની પટ્ટીવાળા શૂઝ પણ હાલમાં ઈનટ્રેન્ડ છે.

• જો તમે કોલેજ ગોઈંગ ગર્લ હો અને રોજેરોજ એક જ પ્રકારના ચંપલથી કંટાળી ગયા હો તો ટ્રેન્ડી લૂક માટે પ્રિન્ટેડ શૂઝ, ટાઇઅપ ફૂટવેર ટ્રાય કરી શકાય. આ ઉપરાંત જુદાં જુદાં કલરની બો રબરબેન્ડ સાથે અટેચ કરીને રાખી શકાય. તમારા ચંપલમાં જે બો સૂટ થાય તે લગાવી શકાય. તમારા ચંપલના કલેક્શનમાં બ્લેક, મરુન, કોફી, ખાખી, ડાર્ક બ્લુ કલરના શૂઝ કે ચંપલ વધુ રાખવા. એની ઉપર તમે મેચિંગ બ્રોચ લગાવીને ડ્રેસ સાથે મેચ કરી શકો છો.

• આજકાલ સ્નીકર્સ ટ્રેન્ડમાં છે. કોઈ પણ વેસ્ટર્ન આઉટફિટ સાથે તે સરસ લાગે છે. સ્નીકર્સ ખરીદ કરતી વખતે ખાલી એટલું ધ્યાન રાખવું કે તેમાં હવાની અવરજવર થઈ શકે છે કે નહીં? કારણ કે સ્નીકર્સ રોજિંદા પહેરવામાં લેવાય છે અને કોલેજ ગોંઈગ ગર્લ્સ કે પછી પ્રોફેશનલ મહિલાઓ તેને દિવસમાં લાંબા સમય સુધી ઉતારતી નથી. ક્યારેક સ્નીકર્સ ઉતારવામાં આવે ત્યારે દુર્ગંધ આવી શકે છે. જો સ્નીકર્સમાં હવાની અવર જવર રહેતી હશે તો આ મુશ્કેલી સર્જાશે નહીં. કોઈ પણ કલરના વેસ્ટર્ન ડ્રેસ સાથે વ્હાઈટ કે સિલ્વર અથવા લાઈટ રંગના સ્નીકર્સ મેચ થાય છે.

• જેમની હાઈટ વધારે હોય તેમણે એમ્બેલિશ્ડ સ્ટ્રીપ ફ્લેટસ, મોજડી કે ચંપલ ટ્રાય કરી શકાય. કોઈ પણ પ્રકારની ફ્લેટ બેલિઝ તો સર્વોત્તમ પસંદગી છે. હાલમાં ફ્લિપ ફ્લોપ માત્ર ઘરમાં પહેરી શકાય એવું પણ રહ્યું નથી. ઘણા પ્રકારના સ્ટાઈલિશ ફ્લિપ ફ્લોપ માર્કેટમાં અવેલેબલ છે જે કોઈ પણ પ્રસંગે પહેરી શકાય. ફ્લેટ સેન્ડલ્સ, ફ્લોટર્સ પણ લંબાઈ ધરાવતા લોકો માટે સારો ઓપ્શન છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter