ચહેરા પ્રમાણે કરો સનગ્લાસિસની પસંદગી

Saturday 15th January 2022 05:25 EST
 
 

જો તમે તમારી આંખોનું રક્ષણ કરવા માંગતા હોવ તો ઘરમાંથી નીકળતાં પહેલાં આંખે અચૂક ગ્લાસિસ ધારણ કરવા જોઇએ. જોકે ઘણી મહિલાઓ સનગ્લાસની પસંદગીમાં થાપ ખાઈ જાય છે. તેઓ સનગ્લાસિસ ખરીદતાં તો ખરીદી લે છે પણ પછી તેમના ચહેરા પ્રમાણે તે તેમને સૂટ થતાં નથી. તેમાં પણ ગોળ ચહેરામાં તો સનગ્લાસિસની પસંદગી કરવી થોડી અઘરી બની જાય છે. તો ગોળ ચહેરાવાળી મહિલાઓએ કેવા સનગ્લાસિસ પહેરવા જોઇએ, કેવા સનગ્લાસિસ સારા લાગશે તેમની મૂંઝવણ આજે દૂર કરીએ.
જિયોમેટ્રિક ફ્રેમ સનગ્લાસિસઃ મહિલાઓ એવી ફ્રેમ પસંદ કરવાનું ટાળે જેમાં તેમનું મોઢું છુપાઈ જાય અને તેમના ચહેરા પર તે બહુ મોટા લાગે. હા, ગોળ ચહેરા પર જિયોમેટ્રિક ફ્રેમના સનગ્લાસિસ સુંદર લાગે છે. તમે તેમાં મેટલમાં ડાર્ક તેમજ ગોલ્ડન રંગની ફ્રેમ પર પસંદગી કરી શકો છો.
ફુલ રિમ સનગ્લાસિસઃ સ્ક્વેર અને રેક્ટેન્ગલ સનગ્લાસિસ તમારી સોફ્ટ લાઈન્સને કોમ્પલિમેન્ટ કરે છે. આ સાથે ગોળ ચહેરા પર બેલેન્સ બનાવી રાખે છે. મોટા રિમ્સ સાથે ડાર્ક રંગના સનગ્લાસિસ તમારા ચહેરાની સુંદરતાને નિખારશે. તેનાથી તમારા ચહેરાના ફિચર્સને શાર્પ ઈફેક્ટ મળશે. ફુલી રિમ્ડ સનગ્લાસિસ અનેક સ્ટાઈલ અને રંગોમાં મળી રહે છે. જો તમે ક્લાસિક લુક ઈચ્છતા હો તે જેટ બ્લેક સનગ્લાસિસ ટ્રાય કરવા, તે તમારી દરેક પ્રકારની સ્ટાઈલ સાથે સૂટ થશે.

સ્ક્વેર સનગ્લાસિસઃ તમે ઘણી મહિલાઓને સ્ક્વેર સનગ્લાસિસ પહેરેલી જોઇ હશે પણ તેમના ચહેરા પર આ પ્રકારના સનગ્લાસિસ સારા લાગતા નથી. આવા ચશ્મા ગોળ ચહેરાવાળી મહિલાઓ ઉપર વધારે સારા લાગે છે કારણ કે તેમની સ્ટ્રોન્ગ લાઈન્સ અને એંગલ ગોળ ચહેરા પર પરફેક્ટ રીતે બંધ બેસે છે. તેમાં તમે બોલ્ડ શેડ્સ પસંદ કરી શકો છો.

ટોરટોઈઝ શેલ ફ્રેમ્સઃ આ પ્રકારની ફ્રેમ્સ ઘણી વર્સેટાઈલ્સ લાગે છે. તેની ક્લાસિક પેટર્ન મહિલાઓની સુંદરતામાં વધારો કરી દે છે. આ સાથે તેના કલર પેલેટને કારણે તે અંધારા અને પ્રકાશ વચ્ચે સારું એવું સંતુલન બનાવી રાખે છે તેમજ તે તમારા સોફ્ટ ફિચર્સને શાર્પ કરે છે.
વેફેરર ફ્રેમ્સઃ વેફેરર ફ્રેમ્સનો ટ્રેન્ડ ૧૯૫૦માં ઘણો ચલણમાં હતો. થોડા વર્ષો સુધી ટ્રેન્ડમાં રહ્યાં બાદ ૧૯૯૦માં તેની ફેશન ઓછી થઈ ગઈ હતી. જોકે આ પ્રકારની ફ્રેમનું પુનરાગમન થયું છે, તે ફરી વત ડિમાન્ડમાં આવી છે.
ગોળ ચહેરાવાળી મહિલાઓ એન્ગ્યુલર અને સ્ટ્રેટ સ્ક્વેર શેપના વેફેરર સુંદર લાગશે. આ પ્રકારની ફ્રેમ તમારા ગોળ ચહેરાને સ્લીમ ઈફેક્ટ આપે છે. અહીં રજૂ કરેલા મુદ્દાને ધ્યાનમાં રાખીને તમે પણ ચહેરાના આકાર પ્રામણે ખરીદી કરી શકો છો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter