જમૈકાની ભારતવંશી સુંદરી ટોની સિંહના શિરે મિસ વર્લ્ડનો તાજ

Wednesday 18th December 2019 07:32 EST
 
 

વર્ષોથી જમૈકામાં સ્થાયી થયેલા ભારતવંશી પરિવારની ટોની સિંહના શિરે ૨૦૧૯નો મિસ વર્લ્ડનો તાજ મૂકાયો છે. લંડનમાં યોજાયેલા ભવ્યાતિભવ્ય સમારોહમાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગત વર્ષની મિસ વર્લ્ડ વનેસા પોંસે ટોની એન. સિંહને વિશ્વ સુંદરીનો તાજ પહેરાવ્યો હતો. મિસ વર્લ્ડ જાહેર થયેલી ટોની સિંહ ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટીની સાઇકોલોજીની વિદ્યાર્થિની છે અને ભવિષ્યમાં ડોક્ટર બનવા માગે છે. ટોની સિંહ જમૈકાની ચોથી યુવતી છે જેની વિશ્વ સુંદરી તરીકે પસંદગી થઈ છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે ૨૦૧૯માં મિસ વર્લ્ડ અને મિસ યુનિવર્સ એમ બંને તાજ અશ્વેત સુંદરીઓના માથે મૂકાયા છે. આ વર્ષે બ્યૂટી વર્લ્ડમાં ભારતની સુમન રાવે દેશનું નામ રોશન કર્યું હતું. મિસ વર્લ્ડ સ્પર્ધામાં ત્રીજું સ્થાન મેળવનાર સુમન રાવે મિસ વર્લ્ડ એશિયા ૨૦૧૯નું ટાઇટલ મેળવ્યું હતું. જ્યારે બીજા ક્રમે મિસ ફ્રાન્સ ઓપેલી મેઝિનો પસંદ થઇ હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter