ડસ્કી સ્કિનને આકર્ષક બનાવતી મેકઅપ ટિપ્સ

Wednesday 25th October 2023 05:35 EDT
 
 

સુંદર દેખાવા માટે સ્વસ્થ, ચમકતી સ્કિન હોવી જરૂરી છે, રંગ ગોરો હોય કે ડસ્કી કોઈ મહત્ત્વ ધરાવતું નથી. ડસ્કી સ્કિનની સાથે પણ તમે સુંદર લાગી શકો છો. એ માટે જરૂરી છે મેકઅપ કેવી રીતે કરો છો. તમારી જાતને કેવી રીતે રજૂ કરો છો. તમારી સ્ટાઇલ કેવી છે અને એમાં કઈ રીતે મોડિફિકેશન કરી શકો છો. ચમકતી સ્કિન માટે જીવનશૈલી અને આહાર, સારું સ્વાસ્થ્ય, પૂરતી ઊંઘ અને મનની શાંતિ પણ જરૂરી છે. ડસ્કી સ્કિન ધરાવતી કેવો મેકઅપ કરે તો તે આકર્ષક લાગે એ અંગે જોઇએ.
• અણગમતા વાળઃ સૌથી પહેલાં તો તમારા ચહેરા ઉપર આઇબ્રોઝની આસપાસ, અપર અને લોઅર લિપ્સ, ફોરહેડ, ચીકોન જેવી જગ્યા પર અણગમતાં વાળ હોય તો પહેલાં તેને છુપાવવા થ્રેડિંગ, વેક્સ કે બ્લીચ કરી લો. આમ કરવાથી ફેસ એકદમ ક્લીન લાગશે અને સ્કિન વધુ પડતી ડાર્ક નહીં લાગે.
પ્રાઇમરઃ હવે મેકઅપ શરૂ કરો. સ્કિન ટોનની સાથે સ્કિન ટેક્સચરનું પણ ધ્યાન રાખો. પ્રાઇમરથી શરૂઆત કરો. સ્કિનમાં ડ્રાયનેસ, પેચીનેસ અથવા અનઈવનનેસ છે. તો બ્યુટી બામનો ઉપયોગ કરી શકો છો. પ્રાઇમર પછી ફાઉન્ડેશન લગાવો.
• ફાઉન્ડેશનઃ ફાઉન્ડેશન તમારા સ્કિન ટોનનું જ હોય એ વાતનું ખાસ ધ્યાન રાખો. ડસ્કી સ્કિન પર થોડા પણ ફેર ટોન ફાઉન્ડેશનનો ઉપયોગ કરવામાં આવશે તો સ્કિન વ્હાઇટ લાગશે. તમારા ચહેરાના ઉભાર પર હાઇલાઇટ કરો અને ખાડાને ભરો. એનાથી સ્કિન ઇવન અને એટ્રેક્ટિવ દેખાશે.
લિપ મેકઅપઃ બેઝ ફાઉન્ડેશન, અને બ્લશઓન પછી લિપ મેકઅપ કરો. ડસ્કી સ્કિનમાં લિપ મેકઅપ માટે બ્રાઉન, મન, રેડ અને ચેરી રેડ અથવા કોરલ કલર્સનો ઉપયોગ કરો,
• આઈ મેકઅપઃ આઈ મેકઅપ પર ખાસ ધ્યાન આપો. સ્મોકી આઇઝ માટે બ્લેક ટ્રાય ન કરો. એના બદલે વાઇન સ્મોક, બ્રાઉન સ્મોક, ડાર્ક સ્મોક જેવા ઓપ્શન અને કોરલ કલર્સ ટ્રાય કરો, ફેક આઇલેશિઝ પણ બ્યુટીફલ ઇન્ડિયન લુક માટે ટ્રાય કરી શકો છો.
ચમકદાર રંગોનો ઉપયોગ ન કરો. યલો, ઓરેન્જ, નિયોન જેવા કલર્સ અવોઇડ કરો. આ એવા ચટકદાર રંગ છે જે શ્યામ સ્કિન પર મેચ થતાં નથી. લાઇટ અને સ્કિન ટોન પર મેચ કરતાં રંગ તમારા ઉપર વધારે સુંદર લાગશે. તમે પ્લમ, બ્રાઉન, લાઇટ પિંક, રેડ જેવા કલર્સ ટ્રાય કરી શકો છો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter