દુનિયાના સૌથી મોટા હોઠ

Sunday 02nd June 2024 05:04 EDT
 
 

આ દુનિયા અજબગજબ છે. પહેલાં ગુલાબની પાંખડી જેવા નાજુક હોઠ મેળવવા મથતી યુવતીઓ હવે મોટા હોઠ માટે કોસ્મેટિક સર્જરી કરાવી રહી છે. બલ્ગેરિયાની 26 વર્ષની સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સર એન્ડ્રિયા ઇવાનોવા એક કે બે નહીં, પણ છ વખત લિપ-સર્જરી કરાવીને દુનિયાના સૌથી મોટા હોઠ ધરાવતી યુવતી બની છે. એન્ડ્રિયાએ એક જ દિવસમાં 21 લાખ રૂપિયાના ખર્ચે આ સર્જરી કરાવી હતી. હવે તેના હોઠ એટલા મોટા થઈ ગયા છે કે અપર લિપની જગ્યા બિલકુલ દેખાતી નથી. તેનું કહેવું છે કે તેણે આટલીબધી સર્જરી એટલે કરાવી કેમ કે તે જોવા માગતી હતી કે તેનું શરીર કેટલા ફિલર્સ ખમી શકે છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter