પરફેક્ટ પાર્ટી મેકઅપ કરો જરા આ રીતે

Wednesday 09th November 2022 05:46 EST
 
 

પ્રસંગ નાનો હોય કે મોટો, દરેક સ્ત્રીને સાજશણગાર કરવાનું બહાનું જ જોઈતું હોય છે. જોકે વાત પાર્ટીની વાત હોય ત્યારે તો પરફેક્ટ મેકઅપ અતિશય મહત્ત્વપૂર્ણ બની જાય છે. દિવાળી પાર્ટી હજુ ચાલી રહી છે, અને આવતા મહિને તો ક્રિસમસ અને ન્યૂ યર પાર્ટીનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ જશે. આવો આજે જાણીએ પાર્ટી મેકઅપ વિશે કેટલીક મહત્ત્વપૂર્ણ ટિપ્સ. આ ટિપ્સ અપનાવીને મેકઅપ કરશો તો પાર્ટીમાં હાજર બધાની નજર તમારા તરફથી હટશે નહીં.

ફેસ મેકઅપઃ મેકઅપ કરતાં પહેલાં ફેસવોશનો ઉપયોગ જરૂર કરો. આમ કરવાથી ફેસ સ્વચ્છ થઈ જાય છે અને મેકઅપ સારી રીતે એપ્લાય કરી શકાય છે. ત્યારપછી વેટ ટિસ્યૂ પેપરથી ફેસ ક્લીન કરો અને ટોનર સ્પ્રે કરીને 5-7 મિનિટ માટે રહેવા દો. આ પછી તેને બ્રશથી મિક્સ કરો. થોડી વાર પછી મોઈશ્ચરાઈઝર એપ્લાય કરીને મસાજ કરો. મસાજ કર્યા પછી ફેસ પર પ્રાઈમર એપ્લાય કરો. ત્યારપછી કન્સીલર લગાવો. જો ટેનિંગ ધરાવતી સ્કિન હોય, તો ઓરેન્જ કન્સીલર લગાવો. પછી કોમ્પેક્ટ પાઉડર લગાવીને બ્રશથી સારી રીતે મિક્સ કરો. હવે બ્રશનથી ફેસ પર મિનરલ લૂઝ પાઉડર એપ્લાય કરો.

આઈ મેકઅપઃ જ્યારે પણ મેકઅપ કરો ત્યારે આઈબ્રોને ડિફાઈન્ડ અવશ્ય કરો. તે માટે બ્રાઉન આઈશેડોનો ઉપયોગ કરો. સૌ પ્રથમ આંખ પર આઈબેઝ એપ્લાય કરો. ત્યારપછી પિંક કલરનો આઇશેડો લગાવો. આઈ કોર્નરને મર્જ કરવા માટે બ્રાઉન શેડોનો ઉપયોગ કરો. હવે આંખને એટ્રેક્ટિવ લુક આપવા માટે બ્રો બોન પર ગોલ્ડન હાઈલાઈટર લગાવીને હાઈલાઈટ કરો. અંતમાં જેલ લાઈનર અને મસકારા લગાવો.

ફેસ કટિંગઃ ફેસ કટિંગથી ફેસને નાનો, મોટો, પાતળો અને ભરાવદાર દર્શાવી શકાય છે. ફેસ કટિંગ માટે પહેલા ચહેરા પર ડાર્ક શેડના બેઝનો પ્રયોગ કરો. પછી કાનના એન્ડથી લઈને ચીક્સનું વચ્ચે સુધી કટિંગ કરો, ત્યારપછી ચીક્સને હાઈલાઈટ કરવા માટે પિંક બ્લશર લગાવો.

લિપ મેકઅપઃ લિપ લાઈનરથી પિલ્સની લાઈનિંગ કરવાની સાથેસાથે તેના વડે લિપ્સને પણ ફિલ કરો. ત્યારપછી બ્રશથી મેટ લિપસ્ટિક લગાવો. આ લાંબા સમય સુધી રહે છે. શાઈનિંગ માટે તેની ઉપર લિપગ્લોસ લગાવો.

પાર્ટી બનઃ પાર્ટી બન બનાવવા માટે સૌ પ્રથમ ઈયર ટુ ઈયર પાર્ટિશન કરો, પછી ક્રાઉડ એરિયા પર સ્ટફિંગ લગાવો. ત્યાર પછી આગળથી થોડા વાળ લઈને બેક કોંબિંગ કરો અને સ્ટફિંગને કવર કરીને પિન લગાવી લો. હવે એકસ્ટેંશન લગાવીને ટ્વિસ્ટ બનાવો અને આગળની તરફ હેર એકસ્ટેંશન બો લગાવીને એક્સેસરિઝથી સજાવો.

રિંગ જૂડોઃ રિંગ જૂડો બનાવવા માટે ઈયર ટુ ઈયર પાર્ટિશન કરો. ત્યારપછી પાછળના થોડા વાળ લઈને એક પોની બનાવો. હવે ક્રાઉન એરિયા પર સ્ટફિંગ લગાવીને આગળના ભાગ પરથી વાળ લઈને સ્ટફિંગને કવર કરો. પછી બાકીના વાળના નાના નાના સેક્શન લઈને રિંગ્સ બનાવો. જ્યારે પૂરા વાળની રિંગ્સ બની જાય, ત્યારે રિંગ્સને રાઉન્ડ કરીને સ્ટફિંગ પર પિન લગાવો. ત્યારપછી બાકીના વાળ લઈને પોની બનાવી લો. અંતમાં હેર એકસ્ટેંશન લગાવો અને એક્સેસરિઝથી સજાવો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter