પારુબહેન જયકૃષ્ણને લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ

Friday 28th April 2023 10:11 EDT
 
 

મુંબઈમાં યોજાયેલા શાનદાર સમારંભમાં પારુબહેન જયકૃષ્ણને કેમિકલ ઉદ્યોગમાં એમના ઉલ્લેખનીય યોગદાન બદલ CHEMEXCIL (કેમિકલ્સ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ) દ્વારા પ્રતિષ્ઠિત લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરાયા છે. પારુબહેન અસાહિ સોંગવોન કલર્સ અને અક્ષરકેમ ઈન્ડિયા લિમિટેડ નામની ગુજરાતની જાણીતી કેમિકલ કંપનીઓના ચેરપર્સન છે. આ બંને કંપનીનું સફળ સંચાલન કરવા ઉપરાંત તેઓ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (જીસીસીઆઇ)ના 74 વર્ષના ઈતિહાસમાં ચૂંટાયેલા એકમાત્ર મહિલા પ્રમુખ પણ છે. તેઓ જ્યોતિ સંઘ જેવી સામાજિક સંસ્થા સાથે પણ જોડાયેલા છે. અગાઉ તેઓ SIDBI, ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન, ગુજરાત હેન્ડલૂમ કોર્પોરેશન જેવી સ૨કારી સંસ્થાઓમાં પણ સફળતાપૂર્વક જવાબદારી સંભાળી ચૂક્યા છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter