પુત્રીની સારવારમાં તમામ બચત ખર્ચાઇ, તો 20 મિલિયન ડોલરની લોટરી લાગી

Thursday 11th May 2023 10:27 EDT
 
 

વોશિંગ્ટન: અમેરિકાના ફ્લોરિડાની મહિલા ગેરાલ્ડિને ગિમ્બલેટે 16 કરોડ રૂપિયાની લોટરી જીતી છે. તેઓએ પોતાની તમામ બચત કેન્સરપીડિત દીકરીની સારવારમાં ખર્ચ કરી દીધી હતી. તેમની દીકરી બ્રેસ્ટ કેન્સરથી પીડાય છે અને સારવારનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે. દીકરીની સારવારમાં તમામ બચત વપરાઇ ગઇ હોવાથી ગેરાલ્ડિન માટે જીવનનિર્વાહ કઈ રીતે ચલાવવો તે મોટો પ્રશ્ન હતો. હેરાનપરેશાન ગેરાલ્ડિને એક પેટ્રોલપંપથી લોટરીની ટિકિટ ખરીદી હતી. અને ડ્રો થયો તો 16 કરોડનું ઇનામ તેને લાગ્યું હતું. પહેલાં તો તેને હકીકત પર વિશ્વાસ જ ન નહોતો થયો. જોકે લોટરી લાગ્યાની ખાતરી બાદ પરિવારમાં આનંદનું મોજું ફરી વળ્યું હતું.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter