પ્રિયંકાના નેકલેસની કિંમત 25 મિલિયન ડોલર

Friday 12th May 2023 10:26 EDT
 
 

પ્રિયંકા ચોપરાએ ન્યૂ યોર્કના મેટ ગાલા ઇવેન્ટમાં પહેરેલા ડાયમંડ નેકલેસની કિંમત 25 મિલિયન ડોલર (આશરે 204 કરોડ રૂપિયા) અંદાજવામાં આવી છે. આ નેકલેસનું 12મી તારીખે જિનિવામાં ઓક્શન થશે, અને તેમાંથી થનારી આવક ચેરિટી માટે ઉપયોગમાં લેવાશે.
પ્રિયંકાએ પહેરેલો નેકલેસ 11.6 કેરેટ ડાયમન્ડનો હતો. આ નેકલેસની કિંમત ભારતીય રૂપિયામાં 204 કરોડ અંદાજવામાં આવી છે. કેટલાક અહેવાલો અનુસાર આટલી કિંમતમાં તો રોલ્સ રોયસ બોટ ટેઈલ મોડેલ કાર ખરીદી શકાય છે. આ નેકલેસની વચ્ચોવચ્ચ બ્લૂ ડાયમન્ડ હતો. આ બ્લૂ ડાયમન્ડ તેની કેટેગરીમાં બહુ દુર્લભ કલર ગ્રેડનો બુલગારી લગુન બ્લૂ તરીકે ઓળખાતો ડાયમન્ડ છે. સમગ્ર નેકલેસ વ્હાઈટ ડાયમન્ડથી જડિત પ્લેટિનમનો હતો.
પ્રિયંકાના આ ડાયમન્ડ નેકલેસની હોલીવૂડના ફેશન મીડિયામાં ભારે ચર્ચાસ્પદ બન્યો હતો. કહેવાય છે કે એક રોમન જવેલર બુલગારીએ પોતાના એક કલાયન્ટ માટે સૌથી પહેલાં એક વીંટીમાં આ હીરો જડયો હતો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter