ફેશન મંત્રઃ લુકમાં ઉમેરો કરે હેર એક્સેસરીઝ

Saturday 10th September 2022 12:39 EDT
 
 

કોણે કહ્યું કે હેર એક્સેસરીઝ એટલે કે વાળમાં લગાવતા બેંડ્સ કે ક્લિપ્સ ફક્ત બાળકો માટે જ છે. હેર એક્સેસરી સરસ અને આઈ કેચી હોય તો એ તમારા લુકને અપડેટ કરે છે. આ ઉપરાંત તમને ફેશનેબલ અને ટિપટોપ બનાવવામાં પણ મદદરૂપ થાય છે. હેર વોશ ન કર્યાં હોય તો પણ હેર એક્સેસરીઝ તમારા લુકને ખરાબ થવા દેતી નથી.
• બોબી પિનઃ કોઇ પણ હેરસ્ટાઇલ માટે બોબી પિનની જરૂર સૌથી પહેલાં પડે છે. એ પછી પોની ટેલ હોય, પફ હોય કે આગળના વાળની લટોને હોલ્ડ કરવી હોય. બોબી પિનમાં પણ નાનીમોટી, સામાન્ય એમ અલગ અલગ સાઇઝ હોય છે. નાની બોબી પિન પાતળા વાળને હોલ્ડ કરવામાં અને સારી રીતે સેટ કરવામાં વપરાય છે. જેમના વાળનો ગ્રોથ સારો છે અને હેર કર્લી છે તેમના માટે જમ્બો પિન ઉત્તમ રહેશે. વાળની લટોને મેનેજ કરવા યૂ પિનનો ઉપયોગ થાય છે. પાર્ટી કે ફંક્શનમાં હેરને સેટ કરવા ડેકોરેટિવ પિન સ્ટાઇલિશ છે.
• ફ્લો ક્લિપઃ આ ક્લિપની ગ્રિપ ટાઇટ હોય છે. ફ્લો ક્લિપનો ઉપયોગ વાળના પાર્ટિશનમાં, હેરમાં નાની-નાની ચોટી લેવા, આગળના વાળને સેટ કરવામાં એમ વિવિધ પ્રકારે થાય છે. ફ્લો ક્લિપ ડિફરન્ટ કલર અને ડિઝાઇનમાં ઉપલબ્ધ છે.
• બનાના ક્લિપ્સઃ ડિફરન્ટ કલર અને ડિઝાઇનમાં બનાના ક્લિપ્સ ઉપલબ્ધ છે. હેર સિલ્કી હોય કે કર્લી, દરેક પ્રકારના હેર માટે બનાના ક્લિપ્સનો ઉપયોગ કરી શકાય છે. અપ ડૂ હેર સ્ટાઇલ માટે બનાના ક્લિપ્સ બેસ્ટ ઓપ્શન છે.
• ફેન્સી હેર પિન્સઃ પ્લેન હેરપિનનો ઉપયોગ ફક્ત હેર સ્ટાઇલ બનાવવા માટે કરવામાં આવે છે. એક વખત તમારી હેર સ્ટાઇલ પૂર્ણ થઇ જાય, તો તમે ફેન્સી હેરપિનનો ઉપયોગ કરી શકો છો. એમાં નકલી ફૂલો, ક્રિસ્ટલ અથવા કલર્ડ સ્ટોનને ઉપયોગમાં લેવામાં આવે છે. આ પિન એક નિશ્ચિત પેટર્નમાં તમારી હેર સ્ટાઇલને સુશોભિત કરે છે. આ પિન હેર સ્ટાઇલને વધારે સુંદર બનાવી દે છે. તમે વન સાઇડ હેરને ક્લિપ કરી આ હેર પિનનો ઉપયોગ કરશો તો પણ આકર્ષક લાગશે.
• સ્નેપ ક્લિપ્સઃ આ નાનીનાની મેટલ ક્લિપ હોય છે. તે અનેક રંગો અને આકારમાં ઉપલબ્ધ છે. તેનો ઉપયોગ ગર્લ્સ અને ટીનએજર્સ યુવતીઓ વધારે કરે છે. તેને વાળમાં નાંખ્યા બાદ બંધ કરવામાં આવે છે. સ્નેપ ક્લિપ્સનો ઉપયોગ લટોને હોલ્ડ કરવા માટે થાય છે. આ ક્લિપનો ઉપયોગ વધુ પડતો કેઝ્યુઅલ લુક માટે કરવામાં આવે છે. કલરફુલ સ્નેપ ક્લિપ્સને વાળમાં લગાવીને ટીન એજર્સ ડિફરન્ટ સ્ટાઇલ કરે છે.
• જ્યોમેટ્રિક્લ પિનઃ જુદા જુદા આકારની પિનમાં આજકાલ માર્કેટમાં જ્યોમેટ્રિકલ પિનની બોલબાલા છે. આ હેર પિન્સ તમારા લુકને કોમ્પ્લિમેન્ટ કરવાની સાથે જ તેને નિખારવામાં મદદ કરે છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter