બોબીને બનવું છે વિશ્વની સૌથી મેદસ્વી મહિલા

Saturday 11th September 2021 08:19 EDT
 
 

ન્યૂ યોર્ક: અમેરિકાના પેન્સિલવેનિયાની ૪૬ વર્ષની બોબીને પોતાના શરીરની સ્થૂળતા એટલી ગમે છે કે તે પોતાનું વજન હાલના ૨૪૬ કિલોથી પણ વધારવા ઇચ્છે છે. તે વિશ્વની સૌથી મેદસ્વી મહિલાનો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરવા માગે છે. તેની કમર અત્યારે ૯૫ ઇંચની છે, પણ એ તેને ૯૯ ઇંચની કરવા ઇચ્છે છે.
જોકે ડોક્ટર્સની ટીમે તેને ચેતવણી આપતાં કહ્યું કે તેનું વજન જો આ રીતે જ વધતું રહેશે તો તેનો જીવ પણ જઇ શકે છે, પરંતુ બોબી કહે છે કે કંઇ વાંધો નહીં. મને કોઇ ફરક નથી પડતો. ડોક્ટર્સનું કહેવું છે કે બોબીના ડાયટમાં કાર્બ્સનું પ્રમાણ ઘણું વધારે છે.
તે બહુ જંક ફૂડ ખાય છે અને તેનું ડાયટ ઘણું અનહેલ્ધી છે. જોકે, બોબીનું કહેવું છે કે, ‘લોકો મને ખૂબ ચાહે છે. સોશિયલ મીડિયા પર પણ મારા લાખો ફેન છે. મારી મેદસ્વિતા જ મારી ઓળખ છે અને હું કોઇ પણ સંજોગોમાં આવી જ રહેવા ઇચ્છું છું.’


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter