આગ્રામાં પ્રેમનું પ્રતીક તાજમહેલ નિહાળવા આવેલી બે ઇટાલિયન મહિલાઓએ ભારતીય પોશાકનો આનંદ પણ માણ્યો હતો. બન્ને મહિલાઓએ ભારતીય સાડી તો પહેરી હતી, પરંતુ જબરદસ્ત પવનના કારણે તેમણે પહેરેલી સાડી નીકળી ગઈ અને તેમને સાડી પહેરતા આવડતી ન હતી. આ સમયે સ્થાનિક મહિલા પોલીસ કોન્સ્ટેબલ લક્ષ્મી તેમની વહારે આવી અને તેમને ફરી સાડી પહેરવામાં ફકત મદદ કરી એટલું જ નહીં, પણ સાડી પહેરીને કેવી રીતે ચાલવું, બેસવું-ઉઠવું તે પણ બતાવ્યું. આની સાથે સાથે જ લક્ષ્મીએ સાડી એ ફક્ત ભારતીય સ્ત્રીઓનું વસ્ત્ર નહીં, પણ ભારતીય સંસ્કૃતિનું પ્રતીક છે તેની સમજ પણ આપી હતી. આના કારણે બંને ઇટાલિયન પ્રવાસી મહિલાઓ ખૂબ જ ખુશ થઈ ગઇ હતી. તેમના હૃદયમાં ભારતીય પોલીસ અને મહિલાના સારા વર્તાવની અમીટ છાપ અંકિત થઇ ગઇ હશે તેમાં બેમત નથી.