માન્ચેસ્ટરની મેરેથોનમાં છવાઇ ઓડિશાની મહિલા

Friday 05th May 2023 05:46 EDT
 
 

તાજેતરમાં માન્ચેસ્ટર શહેરમાં યોજાયેલી મેરેથોન દોડમાં ભારતીય મૂળની એક મહિલા સોશિયલ મીડિયામાં છવાઇ ગઇ છે. મહિલાએ 42.5 કિલોમીટરની આ મેરેથોન દોડ સંબલપુરી હેન્ડલૂમ સાડી પહેરીને 4 કલાક 50 મિનિટમાં પૂરી કરી હતી. આ 41 વર્ષની મહિલાનું નામ છે મધુસ્મિતા જેના દાસ.  મધુસ્મિતા ઓડિશાનાં રહેવાસી છે. તેઓ દુનિયાભરમાં ઘણી મેરેથોન અને અલ્ટ્રા મેરેથોનમાં ભાગ લઇ ચૂક્યાં છે. આ સિદ્ધિ સાથે તેણે બ્રિટનમાં ભારતીય સમુદાયને ગૌરવ અપાવ્યું. સોશિયલ મીડિયા પર લોકોએ અભિનંદન આપતી વખતે ઓડિશાના સમૃદ્ધ વારસાને દર્શાવવા બદલ તેની પ્રશંસા કરી હતી. ઘણા લોકોએ એવું પણ કહ્યું હતું કે સાડી પહેરીને દોડવું ખરેખર મુશ્કેલ કામ છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter