વંધ્યત્વ અને કેન્સરના જોખમને વધુ સંબંધ

Wednesday 20th March 2019 03:07 EDT
 

લંડનઃ વંધ્યત્વ ધરાવતી મહિલાને કેન્સર થવાની શક્યતા ૨૦ ટકા વધી જતી હોવાનું અભ્યાસમાં જણાયું હતું. સંશોધકોએ જણાવ્યું હતું કે પ્રજનનની સમસ્યાને લીધે કેન્સરનું જોખમ વધી જાય છે કે તેનું બન્ને વચ્ચે સામાન્ય કારણ હોય કે પ્રજનનની સારવારીની ભૂમિકા હોય છે કે કેમ તે હજુ સ્પષ્ટ નથી.

બન્ને વચ્ચે શું સંબંધ છે તે શોધી કાઢવા વધુ અભ્યાસની જરૂર છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે વંધ્યત્વની સારવાર કરાવતી યુવા મહિલાને કેન્સર થાય તેવું ભાગ્યે જ બનતું હોય છે. મોટી ઉંમરે પણ કેન્સરનું જોખમ વધુ જ રહે છે કે કેમ તેનું સંશોધન કરવું પડે.

સ્ટેનફોર્ડ યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસીન દ્વારા થયેલા અભ્યાસમાં બાળકને જન્મ આપી શકે તેવી વયની ૬૪,૦૦૦ મહિલાઓની તુલના ૩૦થી ૪૦ની વય વચ્ચેની વંધ્યત્વની સમસ્યા સાથેની ત્રણ મિલિયનથી વધુ મહિલાઓ સાથે કરવામાં આવી હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter