વાહ, ક્યા સીન હૈ...! 70 વર્ષના ભદ્રાબેન માઇકલ જેક્સન બન્યાં

Friday 23rd December 2022 08:41 EST
 
 

જામનગરમાં ટાઉન હોલ ખાતે અનોખા પ્રકારનો ફેશન શો યોજાઈ ગયો. આ ફેશન શોની વિશેષતા એ હતી કે તેમાં ટીનેજર્સની સાથેસાથે દાદીમાઓએ પણ કેટવોકના જલવા દેખાડ્યા હતા. જેમાં 80 વર્ષના વિણાબહેન પરીખે વેસ્ટર્ન ઇવનિંગ ગાઉન પહેરીને કેટવોક કર્યું હતું તો વળી 70 વર્ષના સામાજિક કાર્યકર ભદ્રાબેન દવે ઉત્સાહભેર માઈકલ જેક્શન બન્યાં હતા. કાર્યક્રમમાં 15 વર્ષની ટિનેજરથી માંડીને તમામ વયજૂથના બહેનોએ ભાગ લીધો, પણ સૌથી વધુ દાદ દાદીમાઓએ મેળવી હતી. તેમના ઉત્સાહ-ઉમંગ અને યુવા પેઢી સાથે કદમ મિલાવવાના જુસ્સાએ ભરપૂર પ્રશંસા મેળવી હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter