વિશ્વની સૌથી દુર્ગમ યુદ્ધભૂમિમાં ભારતીય નારીશક્તિ

Sunday 15th January 2023 07:00 EST
 
 

ઇંડિયન આર્મીનાં કેપ્ટન શિવા ચૌહાણ ભારતનાં સૌપ્રથમ મહિલા લશ્કરી કેપ્ટન બન્યાં છે, જેઓ સૌથી દુર્ગમ યુદ્ધભૂમિ તરીકે જાણીતા સિયાચીન ગ્લેશિયર પર ફરજ બજાવશે. આ પોસ્ટીંગ સાથે જ તેઓ વિશ્વની સૌથી ઊંચી યુદ્ધભૂમિ પર કામ કરનારી પ્રથમ ભારતીય મહિલા કેપ્ટન બની ગયાં છે. કેપ્ટન ચૌહાણ 15,632 ફૂટની ઊંચાઈ પર કુમાર પોસ્ટ પર ફરજ નિભાવી રહ્યાં છે. ભારતીય લશ્કરે પહેલી વખત આ પોસ્ટર પર કોઈ મહિલાને પોસ્ટીંગ આપ્યું છે. આ સ્થળે નિમણૂંક આપતાં પૂર્વે તેમને ખાસ તાલીમ આપવામાં આવી છે. તે ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સનો હિસ્સો છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter