સોશ્યલ મીડિયાની તાકાતઃ રેલવે સ્ટેશન પર ગાઇને પેટિયું રળતી રાનુ રાતોરાત રિયલિટી શો સ્ટાર

Wednesday 21st August 2019 11:16 EDT
 
 

પશ્વિમ બંગાળના રાણાઘાટ રેલવે સ્ટેશને એક વૃદ્ધ મહિલા થોડાક દિવસો પહેલાં ‘એક પ્યાર કા નગમા હૈ..’ ગીત ગાતી હોય એવો વીડિયો વાઇરલ થયો હતો. લગભગ ૪૦ લાખ લોકોએ આ વીડિયો જોયો અને સાંભળનાર લગભગ તમામ યુઝર્સનું કહેવું હતું કે વાહ શું અવાજ છે?
‘બારપેટા ટાઉન ધ પ્લેસ ઓફ પીસ’ નામના ફેસબુક અકાઉન્ટ પર વીડિયો અપલોડ થયો ને રાતોરાત વાઇરલ થયો. આ બહેનના સૂરોની પ્રખ્યાતિ વધતી ગઈ. આ મહિલાનું નામ છે રાનુ મંડલ. હવે તે પશ્વિમ બંગાળના રેલવે સ્ટેશન પર નહીં, પરંતુ મુંબઇ આવી ગઈ છે. લગ્નના થોડા જ સમયમાં તેનો પતિ ગુજરી ગયો હતો અને ત્યારથી તે સ્ટેશન અને જાહેર સ્થળોએ ગીત ગાઇને લોકો પાસેથી ગુજરાન જેટલું માગી લેતી હતી. એક રિયલિટી શોમાં ટીવીની સ્કીન પર ચમકાવવા પહેલા તેનું જબરજસ્ત મેકઓવર કરાયું છે. મેલાઘેલા વેશમાંથી તે મસ્ત-મજાની સિલ્કની સાડી પહેરીને, મેકઅપ કરીને સ્ક્રીન પર દેખાઇ ત્યારે એને ઓળખવી મુશ્કેલ બની ગઇ હતી. મુંબઇમાં રિયલિટી શો ઉપરાંત તેને કોલકતા, કેરળ અને બંગલાદેશમાં મ્યુઝિક ઇવેન્ટ્સમાં પફોર્મ કરવાની પણ ઓફરો મળી
રહી છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter