કચ્છી ખારેકનો હલવો

Saturday 26th October 2019 10:29 EDT
 
 

સામગ્રીઃ ૧૦૦ ગ્રામ ઠળિયા કાઢેલી લીલી ખારેક (પીળી કે લાલ કોઈ પણ) • ૨૫ ગ્રામ ખાંડ • ૨૦૦ ગ્રામ માવો • પા કપ દૂધ • ૧ નાની ચમચી ઇલાયચી - જાયફળ પાવડર • ૧ ચમચો ડ્રાયફ્રૂટ • ૧ ચમચી દેશી ઘી

રીતઃ સૌપ્રથમ ખારેકને મિક્સરમાં પીસી લો. ઘી ગરમ કરીને તેમાં ક્રશ કરેલી ખારેકનો માવો શેકો. ખારેકનો માવો શેકાયા પછી તેમાં દૂધ અને ઇલાયચી-જાયફળ પાઉડર ઉમેરો. પાંચેક મિનિટ પછી ખાંડ અને માવો નાંખી હલાવો. ડ્રાયફ્રૂટ ઉમેરો. ઘી છૂટું પડે ત્યાં સુધી હલાવો. પેનને નીચે ઊતારી ડ્રાયફ્રૂટ્સ કતરણથી ગાર્નિશ કરી સર્વ કરો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter