કાચી કેરીનું શરબત

Saturday 11th June 2022 08:33 EDT
 
 

સામગ્રી: કાચી કેરી - બે નંગ • બૂરુ ખાંડ - પાંચ કપ • ઇલાયચી પાઉડર - એક ચમચી • કેસર - ચાર-પાંચ તાંતણા

રીત: બે કાચી કેરીને છાલ ઉતારીને બાફી નાંખો. કેરી બફાઇ ગયા બાદ તેમાંથી ગોટલી કાઢી નાંખો. મિક્સરમાં બાફેલી કેરીની સાથે પાંચ કપ બૂરુ ખાંડ નાખો. તેમાં આશરે છ કપ જેટલું પાણી નાંખીને તેને ક્રશ કરી લો. આ બધું જ ક્રશ કર્યા બાદ તેને એક બાઉલમાં કાઢી લો. ત્યારબાદ તેમાં એક ચમચી ઇલાયચી પાઉડર અને ચાર-પાંચ તાંતણા કેસરના નાંખો. મિશ્રણને એકદમ હલાવીને ગ્લાસમાં સર્વ કરો. જો ગ્લાસમાં શરબત ભર્યા બાદ વધારે ઘટ્ટ લાગતું હોય તો થોડું પાણી અને બરફ ઉમેરી શકો છો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter