આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...
સામગ્રી: ઘી - 4 ચમચી • સોજી - અડધો કપ • પાણી - 1 કપ • કેળું - 1 નંગ • સૂકાં કોપરાની છીણ - પા કપ • ખાંડ - અડધો કપ • ઈલાયચી પાઉડર - અડધી ચમચી • કાજુ ટૂકડા - 2 ચમચી • કિસમિસ - 2 ચમચી
રીત: કડાઈમાં ઘી ગરમ થાય એટલે કાજુ-કિસમિસ સાંતળીને એક પ્લેટમાં કાઢી લો. હવે કડાઇમાં થોડું ઘી ઉમેરી સોજીને રંગ બદલાય ત્યાં સુધી શેકો. અડધો કપ પાણીને ઉકળવા મૂકો. ગરમ પાણી શેકેલી સોજીમાં રેડી સતત હલાવો. પાણી શોષાઈ જાય એટલે કેળું મસળીને ઉમેરો. કોપરાની છીણ, ઈલાયચી પાઉડર અને સાંતળેલું ડ્રાયફ્રૂટ ઉમેરી શીરાને સરસ હલાવો. સ્વાદિષ્ટ કેળા શીરાનો ભોગ બાપાને લગાવો.