કેસરી પનીર ટિક્કા

Thursday 10th October 2019 12:23 EDT
 
 

સામગ્રીઃ ૧૦૦ ગ્રામ પનીર • અડધો કપ દહીં • ૧ ચમચી લાલ મરચું • ૧ ચમચી ગરમ મસાલો • નમક સ્વાદ અનુસાર • શેલો ફ્રાય કરવા માટે તેલ • બે-ત્રણ તાંતણા કેસર

રીતઃ એક બાઉલમાં દહીં, લાલ મરચું, ગરમ મસાલો, મીઠું અને કેસર નાખીને બરાબર મિક્સ કરો. એમાં પનીરના મધ્યમ કદના ટુકડા બનાવીને ઉમેરો અને બરાબર મેળવીને અડધો કલાક રહેવા દો. હવે એક પેન ગરમ કરીને પનીરના ટુકડાને ચારેય તરફથી શેલો ફ્રાય કરી લો અને હોટ સ્ટિક પર સર્વ કરો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter