ક્રિસ્પી બેબી કોર્ન ફિંગર

Wednesday 25th August 2021 06:17 EDT
 
 

સામગ્રીઃ ૨૦૦ ગ્રામ બેબી કોર્ન • અડધો કપ પાણી • ૩ બ્રેડ સ્લાઇસનો ભૂકો • અડધો કપ મેંદો • ૨ ટેબલ સ્પૂન કોર્નફ્લોર • ૧ ટી સ્પૂન ચિલી ફ્લેક્સ • ૧ ટી સ્પૂન મરી પાવડર • ૧ ટી સ્પૂન આદુની પેસ્ટ • ૧ ટી સ્પૂન મીઠું • ૨ કપ તેલ તળવા માટે
રીતઃ સૌ પ્રથમ એક બાઉલમાં મેંદો અને કોર્નફ્લોર લો અને એકદમ મિક્સ કરી લો. તેમાં પાણી નાખીને જાડું ખીરું તૈયાર કરો. ખીરામાં ચિલી ફ્લેક્સ, મરી પાવડર, આદુની પેસ્ટ અને મીઠું નાખીને મિક્સ કરી લેવું. તેલ ગરમ કરવા મૂકો. હવે બેબી કોર્નને વચ્ચેથી કટ કરીને લાંબી ફિંગર કાપી લેવી. ત્યારબાદ કાપેલા બેબી કોર્નને લોટના ખીરામાં ડીપ કરવું પછી બ્રેડના ભૂકામાં રગદોળીને બધા બેબી કોર્ન તૈયાર કરો. આ પછી બધા બેબી કોર્ન ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો. ક્રિસ્પી બેબી કોર્નને કેચઅપ સાથે સર્વ કરો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter