ગુંદા-મરચાંનું ભરેલું શાક

Saturday 02nd June 2018 05:18 EDT
 
 

સામગ્રીઃ ૧૦૦ ગ્રામ ગુંદા • ૧૦થી ૧૨ નંગ લીલાં મોટાં મરચાં • ૫થી ૬ રીંગણ • ૫થી ૬ બટાકા • ૧ વાટકો ચણાનો લોટ • ૫થી ૬ કળી લસણ અને એક નંગ લાલ મરચાની પેસ્ટ • ૧ ચમચી ખાંડ • ૧ ગ્લાસ પાણી • ૧ ચમચી મીઠું • બે ચમચી લાલ મરચું પાઉડર • બે ચમચી ધાણાજીરું • ૧ ચમચી હળદર • કોથમીર

રીતઃ સૌપ્રથમ ગુંદા, મરચાં, રીંગણ અને બટાકા લો. બધાનો ધોઈ લો અને બટાકાની છાલ કાઢી લો. તેમાં મસાલો ભરી શકાય એ રીતે સાઈડમાંથી કાપા કરો. ત્યારબાદ એક પેન લો. તેમાં ચણાનો લોટ લઈને શેકી લો. તેનો કલર બ્રાઉન થાય એટલે લોટમાં મીઠું, લાલ મરચું પાઉડર, હળદર, ધાણાજીરું, ખાંડ, લસણ-મરચાંની પેસ્ટ અને તેલ નાંખીને મિક્સ કરી દો. હવે આ મસાલો મરચાં, રીંગણ, ગુંદા અને બટાકામાં ભરી દો અને જે મસાલો વધે તેને શાકની ઉપર ભભરાવી દો. હવે એક કૂકરમાં વઘાર માટે તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે ચપટીક હીંગ નાંખીને બધા શાક વ્યવસ્થિત ગોઠવીને મૂકી દો. ત્યારબાદ શાક ચડવા માટે જરૂર પૂરતું પાણી ઉમેરીને કૂકર બંધ કરો. ૨-૩ સીટી વગાડ્યા પછી બહાર કાઢીને ગરમાગરમ સર્વ કરો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter