ઘઉંના લોટની પાપડી

રસથાળ

Friday 23rd February 2024 06:35 EST
 
 

સામગ્રી: ઘઉંનો લોટ - એક કપ • મેંદો - એક કપ • અજમો - એક મોટી ચમચી • જીરું - એક મોટી ચમચી • ઘી - બે મોટી ચમચી • પાણી - જરૂર પ્રમાણે
• મીઠું - સ્વાદ પ્રમાણે
રીત: ઘઉંનો લોટ, મેંદો, અજમો, જીરુ અને મીઠું એક બાઉલમાં મિશ્ર કરો. આ મિશ્રણમાં અડધી ચમચી ઘી ઉમેરી એને બરાબર મિક્સ કરો. આ મિશ્રણમાં પાણી નાંખીને કણક બાંધો. એમાંથી ચાર કે પાંચ લૂઆ કરી લો. દરેક લૂઆમાંથી મોટી રોટલી વણો. આ મોટી રોટલીમાંથી કૂકી કટરની મદદથી નાની નાની પૂરીઓ કાપી લો. આ પૂરીઓમાં કાંટાની મદદથી નાના કાણાં પાડો. આ પછી બેકિંગ ટ્રેને ઘીથી ગ્રીસ કરો. આ પૂરીઓને 180 ડિગ્રી સેલ્સીસય તાપમાને પ્રી-હિટ કરેલા ઓવનમાં 20થી 25 મિનિટ સુધી બેક કરો. આ પૂરી ગોલ્ડન થઇ જાય ત્યારે એને બહાર કાઢી લો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter