પનીર મસાલા ખીચડી

Friday 02nd July 2021 05:48 EDT
 
 

સામગ્રીઃ ૨૦૦ ગ્રામ બાસમતી ચોખા • ૫૦ ગ્રામ મગ દાળ • ૫૦ ગ્રામ ચણા દાળ • ૧૦૦ ગ્રામ પનીર • ૩૦ ગ્રામ વટાણા • ૨ ગાજરનું છીણ • ૧ ચમચી આદુંની પેસ્ટ • ૧ ચમચી જીરું પાઉડર • ૨ તમાલપત્ર • ૨ તજના ટુકડા • ૨-૩ ઇલાયચીના દાણા • ૭-૮ ચમચી ઘી • ૧૦ ગ્રામ કાળા મરી • ૧ ચમચી હળદર • મીઠું સ્વાદ પ્રમાણે
રીતઃ સૌપ્રથમ દાળને ધોઈને નીતારી લો. હવે એક પેનમાં ઘી ગરમ કરો. તેમાં બધાં સમારેલાં શાકભાજી નાંખો. તેમાં મીઠું, ધાણાજીરું, મરી, આદુંની પેસ્ટ નાખીને તેને ૫ મિનિટ સુધી ફ્રાય કરો. ત્યારબાદ તેમાં ધોયેલી દાળ અને ચોખા નાંખો પછી તેમાં પનીરના ટુકડા નાંખી હવે બે કપ પાણી નાંખીને ઉકળવા દો. ધ્યાન રાખો ખીચડી દાઝી જાય નહીં. જ્યારે દાળ અને ચોખા ગળી જાય એટલે ગેસ બંધ કરી દો. સર્વિંગ બાઉલમાં ખીચડી કાઢો ત્યારે તેની પર માખણ નાંખો. પનીર છીણીને અને કોથમીર વડે ગાર્નિશ કરો. તૈયાર છે પનીર મસાલા ખીચડી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter