બાજરી લોટ અને તલની ટિક્કી

Friday 19th April 2019 07:12 EDT
 
 

સામગ્રીઃ ૨ કપ બાજરીનો લોટ • અડધો કપ સમારેલો ગોળ • અડધો કપ તલ • તળવા માટે તેલ

રીતઃ બાજરીના લોટ અને તલની ટિક્કી બનાવવા માટે સૌપહેલાં બાજરીના લોટને એક વાસણમાં ચાળી લો. હવે ગેસ ચાલુ કરો અને એક પેનમાં પાણી નાંખીને ધીમા તાપે ગોળને ગરમ કરો. એક ઉભરો આવ્યા પછી તેને ઠંડું થવા દો. હવે બાજરીના લોટમાં તલ, તેલ અને ગોળનું પાણી મિક્સ કરીને લોટ બાંધી લો. ત્યારબાદ હાથને ચીકણા કરીને લોટની નાની-નાની ટિક્કી બનાવી લો. હવે પેનમાં તેલ ગરમ કરો અને તેમાં તૈયાર કરેલી બાજરી-તલની ટિક્કીને ગરમ તેલમાં નાંખો અને સોનેરી થતાં સુધી શેકી લો. ગરમાગરમ સર્વ કરો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter