મકાઈનું હલવાસન

Saturday 28th December 2019 08:46 EST
 
 

સામગ્રી: ૬ નંગ સ્વીટ કોર્ન • ૧૫૦ ગ્રામ ખાંડ • અડધો લીટર દૂધ • ઘી - સાંતળવા માટે • જાયફળ • એલચી, જાવંત્રી, ખસખસ, વરખ

રીતઃ મકાઈના દાણા વાટીને ઘીમાં ધીમા તાપે સાંતળો. ગુલાબી થાય એટલે એની અંદર ખાંડ નાંખવી. ખાંડનું પાણી બળી જાય અને પુરણ ઘટ્ટ થાય એટલે અંદર વાટેલી એલચી, ખસખસ, જાયફળ, જાવંત્રી નાંખીને એકદમ હલાવો. એક થાળીમાં ઘી લગાડીને ગોળાકાર (ચપટા) કરીને ઉપર વરખ લગાડવો..


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter