રાજગરાના થેપલા

રસથાળ

Friday 19th April 2024 08:02 EDT
 
 

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...

સામગ્રીઃ રાજગરાનો લોટ – 1 કપ • આરારૂટ – અડધો કપ • કોથમીર – 2 ચમચી • લાલ મરચું પાવડર – 1 ચમચી • હળદર – અડધી ચમચી • તેલ – 1 ચમચી
રીતઃ સૌપ્રથમ રાજગરાનો લોટ અને આરારૂટ મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં ઉપર મુજબનો મસાલો, કોથમીર અને તેલ ઉમેરીને લોટ બાંધો. હવે બાંધેલા લોટમાંથી લુઓ લઈ તેને આરારૂટના અટામણ વડે વણી લો. હવે નોનસ્ટિક તવી પર તેલ લગાવી થેપલાંને શેકી લો. આ રાજગરા થેપલાંને વ્રત કરનારને સૂકી ભાજી સાથે પીરસો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter